
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: દિશા વાકાણીને કેન્સર હોવાની અફવા, 'જેઠાલાલે' ઉજાગર કર્યું સત્ય...
► દિશા વાકાણીને કેન્સર થયાના સોશિયલ મીડિયા પર ફેલાયા સમાચાર
► દિલિપ જોશીએ અફવા હોવાની કરી પુષ્ટી
► "દિશા વાકાણી સ્વસ્થ છે, સમાચારમાં કોઈ સત્યતા નથી"
Tarak Mehta Ka Ooltah Chashma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે કે દિશા વાકાણીને ગળાનું કેન્સર હોવાના સવારથી સોશિયલ મીડિયા પર સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર આવતા જ દયાબેનના પાત્રને ચાહનારા લોકો ચોંકી ગયા હતા. પરંતુ આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ વાતની પુષ્ટિ ખુદ તારક મહેતા શોના જેઠા લાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશીએ કરી છે.
સોશિયલ મીડિયામાં કોઈ સારી વાત પહોંચાડવી હોય તો ઘણીવાર લાગે છે. પરંતુ અફવા અને નેગેટીવ વાતને ખુબ ઝડપથી ફોરવર્ડ કરાય છે. કોઈપણ તથ્ય જાણ્યા વગર પોસ્ટને શેર કરવામાં આવે છે. આજે સવારથી સોશિયલ મીડિયા સહિત અનેક ન્યુઝ વેબસાઈટમાં આ સમાચાર રોકેટની ગતી ફેલાયા છે કે દિશા વાકાણી એટલે કે તારાક મહેતા શો ની દયાબેનને ગળાનું કેન્સર થયું છે. અને એ પણ શો માં અલગ અલગ અવાજ કાઢવાના લીધે. પ્રથમ તો આ વાત બધા માની જ લેશે. કારણ કે દયાબેનનો અવાજ લોકોને ખુબ જ પ્રીય હતો. પરંતુ થોડુ વિચારો તો આવા ગફલત સમાચારમાં કંઈ પણ તથ્ય ન હોય તેવું ચોક્કસ દેખાશે, કારણ કે 2017 થી એટલે કે પાંચ વર્ષથી દયાબેન તારક મહેતા શોનો કે અન્ય પ્લેટફોર્મનો હિસ્સો રહ્યા નથી. જેથી અલગ અવાજ કાઢવાની વાત જ આવતી નથી.
દિલીપ જોષીએ શું કહ્યું?
એક મીડિયા ઇન્ટરવ્યુમાં દિલીપ જોષીને આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને સવારથી સતત ફોન આવે છે. દર વખતે કંઈક ને કંઈક ન્યૂઝ આવતા રહે છે. તેમને લાગે છે કે આ રીતના ન્યૂઝને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. તેઓ બસ એટલું જ કહેશે કે આ બધી અફવા છે અને એના પર ધ્યાન ના આપશો.
દિશા વાકાણીના ભાઈ મયૂરે શું કહ્યું?
મયૂર વાકાણીએ કહ્યું હતું, 'આ માત્ર એક અફવા છે. હું ચાહકોને વિનંતી કરીશ કે આવી અફવાઓ પર ધ્યાન ના આપે અને પેનિક ના થાય. હું નિયમિત રીતે દિશાના સંપર્કમાં રહું છું અને કંઈપણ થયું હોત તો સૌ પહેલા મને જ આ વાતની જાણ થાત. દિશા એકદમ ઠીક છે અને તેને ખ્યાલ છે કે અફવાઓને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ. તે આ બધી વાતોને હળવાશથી લે છે.'
આ વર્ષે દીકરાની માતા બની
દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે.
ઓક્ટોબર, 2017થી શોમાં જોવા મળી નથી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.
disha vakani cancer - dayaben cancer - throat cancer - tmkoc - dilip joshi - mayur vakani - disha vakani health