
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતનાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે. પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહે છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | the weather expert Ambalal patel agahi on rain forecast very cold after december | Gujarat Weather News Report - - હવામાન આગાહી - હવામાન આગાહી ઠંડીની - આજે ઠંડીની આગાહી - આજની ઠંડીની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2024 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat Cold forecast - weather forecast india - weather forecast for next 5 days - lowest temperature of gujarat - Cold wave in gujarat Weather - ગુજરાતમાં હવામાનની આગાહી - અંબાલાલ પટેલની આગાહી