
► ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ
► 20 ઓક્ટોબર પછી જાહેર થઇ શકે છે ચૂંટણી
► ડેપ્યુટી ઈલેક્શન કમિશનર 16 ઓક્ટોબરથી ગુજરાતમાં
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. જ્યારે આમ આદમી પાર્ટી બંને રાજ્યોમાં પૂરા દમખમથી રણમેદાનમાં ઉતરી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
► 20 ઓક્ટોબર પછી જાહેર થશે ચૂંટણી!
ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. મળતી માહિતી પ્રમાણે, 20 ઓક્ટબર બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવશે. તેઓ ગુજરાતમાં 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. આ દરમિયાન ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે. ચૂંટણીના આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બંને રાજ્યોના પ્રવાસ પણ ચૂંટણી પંચની ટીમો કરી ચૂકી છે. ત્યારે આ બધા વચ્ચે આયોગ હવે ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને અનુકૂળ વાતાવરણ, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય આયોજનો પણ ચૂંટણીપંચ દ્વારા ધ્યાને લેવામાં આવ્યું છે. જેને કારણે ચૂંટણી કાર્યક્રમો મતદારો અને મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવનારી સરકારી મશીનોમાં ચુંટણી દરમિયાન કોઈ પણ ખામી ન સર્જાય.
► ગત ટર્મમાં 25 ઓક્ટોબરે થઈ હતી જાહેરાત
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે, ગત ટર્મમાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.
►મતદાર યાદી જાહેર
ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે અને જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી અનુસાર, 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થયો છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરવામાં આવ્યા છે.
► બેઠક દીઠ મતદાર યાદી પ્રસિદ્ધ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ ચૂંટણી પંચે તૈયારી ડબલ રફતારમાં શરૂ કરી દીધી છે. આખરી મતદાર યાદી જાહેર થતાં જ હવે એ પણ કંઈ શકાય કે ચૂંટણીનું એલાન થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પંચે મતદારોની બેઠક દીઠ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે તેમજ ચૂંટણીલક્ષી તૈયારીની માહિતી પણ જાહેર કરી છે જેમાં ચૂંટણીમાં 50 ટકાથી વધુ મતદાન મથક પર બાજ નજર રાખી શકાય તે માટે વેબ કેમેરાનો ઉપયોગ કરાશે
►ચૂંટણી પંચે આગાઉ પ્રેસ કોન્ફરન્સથી આપી હતી માહિતી
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું હતું કે, આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષોની તુલનામાં 934 મહિલાઓ છે. ગુજરાતમાં 11,800 મતદાતાઓ 100 વર્ષની ઉંમર ધરાવે છે. 10, ઓકટોબર, 2022ના રોજ મતદાતાઓની ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 100 વર્ષની વય ધરાવતા મતદાતાઓનું સન્માન કરવાની કલેક્ટરોને સૂચના અપાઈ છે.
gujarat election date 2022 - gujju news channel - gujarati election news - top news -date of election in gujarat - bjp congress aap - big breaking news - election commision