અમદાવાદ મેટ્રો શરૂ થયાને બે વર્ષ માંડ થયાં છે, ત્યાં એક આઘાતજનક વીડિયો સામે આવ્યો છે. હવે અમદાવાદ મેટ્રો દિલ્હીની મેટ્રો બની રહી છે. દિલ્હી-મુંબઈ મેટ્રોમાં અશ્લિલ લીલાના ઘણા વીડિયો સામે આવ્યાં હતા. આ પ્રકારના અશ્લિલ લીલાના છાંટા હવે અમદાવાદમાં ઉડ્યાં છે. Youth Caught Masterbating in Ahmedabad Metro અમદાવાદ મેટ્રોમાં પણ હવે યુવાનની અશ્લિલ હરકતોનો બનાવ સામે આવ્યો છે.
બે વર્ષ પહેલાં પહેલી વાર અમદાવાદ મેટ્રોમાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે. યુવાન ખીચોખીચ ભરેલી મેટ્રોમાં યુવતીઓ અને મહિલાઓ સામે હસ્તમૈથૂન કર્યું હતું. કાલુપુરથી ઉપડેલી મેટ્રોના L/4 કોચમાં હોસ્પિટલનું ટીશર્ટ પહેરીને બેઠેલા એક યુવાને યુવતીઓ-મહિલાઓ સામે અશ્લિલ હરકતો કરવાનું શરુ કર્યું હતું આ પછી તે હસ્તમૈથૂન કરવા લાગ્યો હતો. શરુઆતમાં તો કોઈનું ધ્યાન ન ગયું પરંતુ કેટલાક પ્રવાસીઓને શંકા પડતાં ધ્યાનની જોતાં જણાયું કે યુવાન સીટમાં બેઠાં બેઠાં અશ્લિલ કૃત્ય આચરી રહ્યો હતો. આસપાસના યુવકોએ આ યુવકને અશ્લીલ હરકત બંધ કરવા ટોક્યો હતો તેમ છતાં પણ તેણે બંધ ન કર્યું, કેટલાક પ્રવાસીઓએ આ ઘટનાને મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હાલ આ યુવકની પોલીસે અટકાયત કરી છે.
યુવાનની અશ્લિલ હરકતોને નજર જોનાર એક પ્રવાસીએ આખી ઘટનાને યાદ કરતાં કહ્યું કે ગુરુકુળ રોડ પર મેટ્રો પહોંચી ત્યારે યુવકે હસ્તમૈથુન કરવાની શરૂઆત કરી હતી, પ્રવાસીઓએ તેને બે-ત્રણ વાર આવું બંધ કરવાનું કહ્યું છતાં તે ન અટક્યો ત્યાર બાદ એક યુવાને તેના ગંદા કામનો વીડિયો ઉતારી લીધો હતો. 'થલતેજ સ્ટેશને ઉતરીને આ પ્રવાસીએ એસઆરપી જવાનને જાણ કરી હતી અને તેમને વીડિયો દેખાડ્યો હતો. જવાને મને કાર્યવાહીની ખાતરી આપી હતી. એસઆરપી જવાને મારો મોબાઈલ નંબર પણ લીધો હતો અને હું કોલેજ જવા રવાના થયો ત્યારે રસ્તામાં મારા પર તેમનો ફોન આવ્યો મને કહેવામાં આવ્યું કે યુવાન કોઈ ગંદી હરકતો કરી રહ્યો નથી પરંતુ તે લખી રહ્યો છે. વીડિયો યુવાન ચોખ્ખું દેખાય તે રીતે હસ્તમૈથૂન કરી રહ્યો હતો તેમ છતાં પણ એસઆરપી જવાનને તે લખી રહ્યો હોવાનું લાગ્યું.
આ ઘટના બાદ મહિલા પ્રવાસીઓ પણ આઘાત પામી હતી અને જવાબદાર સામે કડક એક્શનની માગ કરવા લાગી હતી. પરંતુ બીજા કેસની જેમ આ કેસમાં પણ તંત્રે કોઈ કાર્યવાહી ન કરી ઉલટાનું એસઆરપી જવાન લખાણની વાત લઈ આવ્યાં તે ભારે આઘાતજનક કહેવાય.
ઉલ્લેખનીય છે કે મનોવૈજ્ઞાનિકો જાહેરમાં અશ્લિલ હરકતોને વિકૃતીની પરકાષ્ઠા ગણાવી રહ્યાં છે. આવા લોકો મનોરોગીઓ હોય છે અને તેમને સારવારની જરુર હોય છે.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | youth caught masterbating during ahmedabad metro journey Video Viral | અમદાવાદ મેટ્રોમાં યુવકે મહિલા સામે હસ્તમૈથુન કર્યું
અમદાવાદ મેટ્રોમાં લજવાઈ નારી સુરક્ષા-સંવેદનશીલતા, શરમજનક હરકત...., વાયરલ વીડિયો.#AhmedabadNews #AhmedabadMetro #AhmedabadMetroVideo #MetroVideoViral pic.twitter.com/zo2IJdhxbg
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 28, 2024