ind vs sa 3rd odi: ભારતે નવી દિલ્હીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ત્રણ મેચની વન ડે સીરિઝ પર 2-1થી કબજો કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 27.1 ઓવરમાં 99 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 105 રન બનાવીને મેચને જીતી લીધી હતી.
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે 12 વર્ષે વન-ડે સિરીઝ જીતી હતી. શુભમન ગિલે સૌથી વધુ 57 બોલમાં 49 રન કર્યા હતા. તો શ્રેયસ અય્યરે 23 બોલમાં 28 રન કર્યા હતા. બ્યોર્ન ફોર્ટ્યુન અને લુન્ગી એન્ગિડીને 1-1 વિકેટ મળી હતી.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒! 🏆#TeamIndia | #INDvSA pic.twitter.com/rHqevCsVxz
— BCCI (@BCCI) October 11, 2022
દક્ષિણ આફ્રિકા 99 રનમાં ઓલ આઉટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી નહતી અને વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક માત્ર 6 રન બનાવીને વોશિંગ્ટન સુંદરની ઓવરમાં અવેશ ખાનને કેચ આપી બેઠો હતો. તે પછી જાનેમન મલાન પણ 15 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 34 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 4 ફોર ફટકારી હતી. તે પછી ઓપનર જાનેમન મલાને 15 રન અને માર્કો યેનસેને 14 રન બનાવ્યા હતા. આ સિવાય દક્ષિણ આફ્રિકાનો કોઇ પણ બેટ્સમેન ડબલ અંક સુધી પહોચી શક્યો નહતો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શાહબાજ અહમદ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરને 2-2 સફળતા મળી હતી.
ગિલ અડધી સદી ચૂક્યો
ભારતીય ઓપનર શુભમન ગિલે સૌથી વધુ રન નોંઘાવ્યા હતા. જોકે ગિલ માત્ર 1 રન માટે અડધી સદી ચૂક્યો હતો. 57 બોલનો સામનો કરીને તેણે 49 રન નોંધાવ્યા હતા. ગિલે 8 ચોગ્ગા ઈનીંગ દરમિયાન ફટકાર્યા હતા. તેને લુંગી એનગિડીએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ પહેલા ભારતે આ વખતે પણ સુકાનીના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. શિખર ધવને પોતાની વિકેટ ટીમના 42 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. ધવન આ વખતે પણ ઓછા સ્કોરમાં પરત ફર્યો હતો. 14 બોલનો સામનો કરીને માત્ર 8 નોંધાવી રન આઉટ થઈ પેવેલિયન પરત આવ્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન 10 રનનુ યોગદાન નોંધાવી આઉટ થયો હતો. તેણે 18 બોલનો સામનો કરીને 2 ચોગ્ગા વડે રન નોંધાવ્યા હતા. જોકે ભારતીય ટીમને આસાન લક્ષ્ય મળ્યું હતુ. ભારતીય ટીમે 50 ઓવરમાં માત્ર 100 રનનુ લક્ષ્ય પાર પાડવાનુ હતુ. જે ભારતીય ટીમના માટે સરળ હતુ. ભારતીય ટીમે આ કામ માત્ર 3 વિકેટ ગુમાવીને પુરુ કરી લીધુ હતુ. શ્રેયસ અય્યરે 20મી ઓવરના પ્રથમ બોલ પર શાનદાર વિજયી છગ્ગો જમાવીને ભારતીય ટીમને જીત અપાવી હતી.
12 વર્ષે સાઉથ આફ્રિકાને હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવીને સિરીઝ કબજે કરી હતી. આ સાથે જ ભારતે સાઉથ આફ્રિકાને 12 વર્ષે ઘરઆંગણે વન-ડે સિરીઝમાં હરાવ્યું છે. છેલ્લે ભારતે સાઉથ આફ્રિકાને 2010માં પરાજય આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ અગાઉ 1999માં સાઉથ આફ્રિકા ભારત સામે 117 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ind vs sa 3rd odi - india win match - cricket - gujarati news - gujju channel - gujju news channel - sports news - sports article -