December 2024 New Rules : નવેમ્બર મહિનો ગણતરીના દિવસોમાં સમાપ્ત થશે. ત્યારે હવે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની શરૂઆતમાં જ કેટલાક નિયમો બદલાતા હોય છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં પણ કેટલાક નિયમો બદલાવાના છે. જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. જાણો. ડિસેમ્બર મહિનામાં એલપીજી ગેસની કિંમતોમાં બદલાવ, ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર સહિત અનેક બદલાવ થવાના છે. સ્કેમ અને ફિશિંગ એક્ટિવિટીઝને રોકવા માટે ટ્રાઈ પણ નિયમ લાગૂ કરવા જઈ રહ્યું છે. જે બાદ ફેક OTP અને અનિચ્છનીય કોમર્શિયલ મેસેજ આવશે નહીં.
TRAI દ્વારા કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસેબિલિટી નિયમ લાગુ કરવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને OTP મેસેજને ટ્રૅક કરવા માટે ટ્રેસેબિલિટી નિયમનો અમલ કરવો પડશે.
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હવે ડિસેમ્બરથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. 1 ડિસેમ્બર, 2024 થી, તેના 48 ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ્સ/વેપારીઓ સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ આપશે નહીં.
દર મહિનાની પ્રથમ તારીખે ગેસ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર (LPG Cylinder) ની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારે 1 ડિસેમ્બરના રોજ પણ એલપીજીની કિંમતમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. દર મહિનાની પ્રથમ તારીખે LPG સિલિન્ડરની કિંમતો સાથે CNG-PNG અને ATFના ભાવમાં ફેરફાર થાય તેવી સંભાવના છે. મહિનાની પ્રથમ તારીખે ઓઈલ માર્કેટ કંપનીઓ એવિએશન ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવમાં સુધારો કરે છે.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel |December 2024 New Rules : 1 ડિસેમ્બરથી ફોન પર OTP નહીં આવે! જાણી લો અન્ય કયા નિયમો બદલાશે