Cyclone Fengal: ભારતમાં (India) ઠંડીની અસર શરૂ થઈ ગઈ છે. તેવામાં ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ફેંગલ નામના વાવાઝોડાની (Cyclone Fengal) આગાહી કરવામા આવી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા બુધવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને આગામી બે દિવસમાં શ્રીલંકાના દરિયાકાંઠે આગળ વધી શકે છે. આ લો પ્રશરને યોગ્ય હવામાન મળવાના કારણે તે વધુ મજબૂત બનશે. આ સિસ્ટમ મજબૂત બની આવનારા ચારથી પાંચ દિવસમાં સૌપ્રથમ ડિપ્રેશન ત્યાર પછી ડિપ ડિપ્રેશન અને ત્યાર પછી તે વાવાઝોડાનું સ્વરૂપ લે તેવી સંભાવના છે. તેવામાં આ વાવાઝોડુ ગુજરાત પર કેવી અસર કરશે તેને લઈને Weather Expert Paresh Goswami Ni Agahi હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામા આવી છે. Latest Update On Fengal Cyclone Tracker In Gujarat
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનાવા જઈ રહ્યું છે. જો કે અત્યારે બંગાળની ખાડીમાં દક્ષિણ તરફ એટલે કે તામિલનાડુંથી પૂર્વ અને શ્રીલંકાથી ઉત્તર-પૂર્વ દિશાની અંદર એક મજબૂત લો પ્રેશર સર્જાયું છે.આ લો પ્રશરને યોગ્ય હવામાન મળવાના કારણે તે વધુ મજબૂત બનાવનું છે. આ સિસ્ટમ મજબૂત બની આવનારા ચારથી પાંચ દિવસમાં સૌપ્રથમ ડિપ્રેશન ત્યાર પછી ડિપ ડિપ્રેશન અને ત્યાર પછી તે સાયક્લોનનું સ્વરૂપ લે તેવી સંભાવના છે. એટલે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ બનશે. જો તે વાવાજોડુ બની જાય , 90 ટકા સંભાવના છે કે, તે વાવાઝોડુ બનશે. જો તે વાવાજોડુ બનશે તો તેને સાઉદી અરેબિયા દ્વારા નામ આપવામાં આવશે. તેને ફેંગલ નામ આપવામા આવશે.
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, આ વાવાઝોડુ ચોક્કસ બનશે પરંતુ ગુજરાતને તેનાથી કોઈ ખતરો નથી. મોટા ભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડુ બને તો તે મોટા ભાગે ડાયરેક્ટ ગુજરાતને અસર નથી કરતુ ખાસ કરીને તે ઉત્તર પશ્ચિમ આગળ વધે તો તેમાં ઘણી વખતે વરસાદ પડતો હોય છે જો કે ગુજરાતમાં 30 નવેમ્બર સુધી કોઈ માવઠુ કે વરસાદની શક્યતા નથી. આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી.
વધુમાં પરેશ ગોસ્વામીએ અમ પણ કહ્યુ હત કે, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામા રાજ્યમાં અમુક જગ્યાએ છુટાછવાયા વરસાદ થાય તેવી શક્યતા છે. તે શિયાળો શરુ થયાનું પ્રથમ માવઠુ હશે. તે ભારે માવઠુ નહીં હોય છુટાછવાયો વરસાદ થશે.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | weather expert paresh goswami ni agahi latest update on fengal cyclone tracker in Gujarat |