
White Hair Reason: આ વિટામિનની ઉણપથી વાળ થાય છે સફેદ ? ડાયટમાં આ 'સુપરફૂડ્સ' સામેલ કરવાથી જલદી દેખાશે રિઝલ્ટ
આજના સમયમાં નાની વયે વાળ સફેદ થઈ જવા સામાન્ય વાત થઈ ગઈ છે. તમારી આસપાસ રહેલ દર બીજો-ત્રીજો વ્યક્તિ સફેદ વાળની સમસ્યાથી પરેશાન હશે જ.
White Hair Reason: આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે, એકના એક દિવસ આપણા વાળ સફેદ થઈ જ જવાના છે. જો કે વાળ ભરજવાનીમાં સફેદ થવા લાગે, તો આપણને નથી ગમતુ. હવે માત્ર વૃદ્ધાવસ્થામાં જ વાળ સફેદ નથી થતા, પરંતુ ભરજવાનીમાં તો અનેક કિસ્સાઓમાં તો કિશોર અવસ્થામાં જ વાળ સફેદ થવા લાગે છે. વાળના ઝડપથી સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જે પૈકી જો કોઈ સૌથી મહત્ત્વની કારણ હોય તો તે છે તમારી રોજીંદી ડાયટ. શું તમે જાણો છો તમારા વાળ અકાળે સફેદ થવા પાછળ શરીરમાં એક ખાસ વિટામિનની ઉણપ છે? જો તમે પણ સમય કરતા પહેલા વૃદ્ધ થવા ના માંગતા હોવ તો તમારી ડાયટમાં આજથી જ કેટલીક ચીજને સામેલ કરવી જ રહી.
શરીરમાં વિટામિન B12ની ઉણપના કારણે તમારા વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. વિટામિન B12ની ઉણપના કારણે શરીરમાં મેલેનિનનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. જેના કારણે વાળમાં સફેદી દેખાવા લાગે છે. વિટામિન B12ની કમીના કારણે વાળના છીદ્રો સુધી પોષક તત્વો પહોંચી શકતા નથી. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે અને ખરવા માંડે છે.
શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે ડાયટમાં મીટ, માછલી, દૂધ અને ડેરી પ્રોડક્ટને સામેલ કરવાથી ઝડપથી ફાયદો મળવા માંડે છે. જો તમે ઈચ્છતા હોવ કે, તમારા શરીરમાં ક્યારેય વિટામિન B12ની ઉણપ ના રહે, તો તમારે તમારી ડાયટમાં સુધારો કરવા ઉપરાંત ધુમ્રપાન અને તીખું-તળેલું ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. આ ઉપરાંત સ્ટ્રેસને દૂર કરવા માટે મેડિટેશનની મદદ લઈ શકો છો.
♦ આમળા ♦
વિટામિન Cથી ભરપુર આમળા વાળ માટે ખૂબ જ જરૂરી છે. આમળામાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ તમારા હેર ફૉલિકલ્સના નેચરલ પિગમેન્ટને જાળવી રાખે છે.જેના કારણે વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.
♦ લીમડો ♦
લીમડામાં એન્ટી ઑક્સિડેન્ટ, વિટામિન A, B અને C ઉપરાંત કેલ્શિયમ, ફોસ્ફોરસ અને આયરન જેવા પોષક તત્વો મળી આવે છે. જે વાળને મજબૂત બનાવે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થવા સાથે તે ઝડપથી સફેદ થતા પણ અટકે છે.
♦ કાળા તલ ♦
કાળા તલ પણ વાળ માટે ફાયદેમંદ મનાય છે. કાળા તલ વાળને ઑક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. કાળા તલને ડાયટમાં સામેલ કરવાથી અકાળે સફેદ થતા વાળને અટકાવી શકાય છે.
♦ મગફળી ♦
જો તમે ઈચ્છતા હોવ કે, તમારા વાળ મૂળથી મજબૂત બને, તો તમારી ડાયટમાં મગફળીને અચૂક સામેલ કરો. મગફળીમાં રહેલ પ્રોટીન, વિટામિન E, કૉપર, મેંગેનીઝ, બાયોટી, ફોલેટ વાળને પોષણ પૂરુ પાડે છે અને તેને નુકસાન થતા બચાવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , How to turn white hair black , નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું કારણ , સફેદ વાળને નેચરલી કાળા કરશે આ Vitamin , black hair , Black Long Hair , grey hair , Hair Care tips , Hair color , Thick Long Hair , white hair