શાહરૂખ અને દિપિકા વિશ્વના ૧૦ સૌથી સુંદર લોકોની યાદીમાં સામેલ થયા, વિજ્ઞાનિક સંશોધનના આધારે નક્કી કરાયું
Beautiful Person In The World : દર વર્ષે આવી અનેક યાદીઓ જાહેર કરવામાં આવે છે, જેમાં વિશ્વના સૌથી અમીર લોકોની યાદી બહાર પાડવામાં આવે છે. કેટલીક સ્પર્ધા પર આધારિત હોય છે, જ્યારે કેટલીક વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે. તાજેતરમાં જ એક સાયન્સ બેઝ્ડ રિસર્ચ જાહેર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિશ્વની સૌથી સુંદર મહિલાઓની સાથે-સાથે હેન્ડસમ પુરુષોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ઘણા વિદેશીઓની સાથે બે ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
વિદેશીઓની સાથે જે બે ભારતીયોનો સમાવેશ થાય છે તે કોઇ આ સામાન્ય લોકો નથી પરંતુ ફિલ્મ સ્ટાર્સ છે. આ બંને ફિલ્મ સ્ટાર્સ બોલિવૂડના મોટા નામ છે. બેક ટુ બેક સફળ ફિલ્મો આપનાર આ બંને સ્ટાર્સે એકસાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. ચાલો બહુ જ છુપું રાખ્યા વિના આ બંનેના નામ પરથી પડદો ઉઠાવી દઈએ.
એક નવા સંશોધનમાં પ્રસિદ્ધ પ્લાસ્ટિક સર્જન ડૉ. જુલિયન ડી સિલ્વાએ ગ્રીક ગોલ્ડન રેશિયોના આધારે જુદી જુદી અભિનેત્રીઓના ચહેરામી વિશેષતાઓને માપી હતી. ‘કિલિંગ ઈવ'ની જોડી કોમરે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. જ્યારે દીપિકા પાદુકોણ ટોપ ૧૦માં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય છે. દીપિકાએ ૯૧.૨૨્રુ સ્કોર સાથે ૯મું સ્થાન મેળવ્યું છે. આ સ્કોર તેના ચહેરાનું સંતુલન અને સુંદરતા દર્શાવે છે. દીપિકાની સુંદરતા માત્ર તેની ફિલ્મી ભૂમિકામાં જ નહીં પરંતુ તેના વાસ્તવિક જીવનમાં પણ લોકોને પ્રભાવિત કરે છે.
શાહરૂખ ખાને ૮૬.૭૬%ના સ્કોર સાથે હેન્ડસમ પુરુષોની યાદીમાં ૧૦મું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સ્થાન પામનાર તે એકમાત્ર ભારતીય અભિનેતા છે. શાહરૂખને ઘણીવાર દુનિયાના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે, અને હવે આ રિસર્ચે તેના દેખાવને સાયન્ટિફિક માન્યતા આપી છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાને માત્ર તેમની પ્રતિભા જ નહીં પરંતુ તેમની સુંદરતાથી પણ દુનિયાભરમાં ઓળખ મેળવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , beautiful Persone In The World-Shahrukh-khan-Deepika-padukon