
દિલ્લી ડ્રગ્સ રેકેટમાં ગુજરાતના તાર ખુલ્યા. દિલ્લી અને ગુજરાત પોલીસનું સૌથી મોટું ઑપરેશન કરી 5 હજાર કરોડનું 518 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું. કંપનીમાં તપાસ દરમિયાન કોકેઈન મળી આવ્યું. 1 ઓક્ટોબરે દિલ્લીમાંથી 562 કિલો કોકેઈન ઝડપાયું હતું. આ બાદ 10 ઓક્ટોબરે દિલ્લીમાંથી કોકેઈન જપ્ત કરાયું હતું. જેના તારા ગુજરાત પહોંચ્યા.
Cocaine Recovered in Ankleshwar : ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. રવિવારે (13 ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.
અગાઉ, 1 ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને 562 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટને જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન 10 ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલોગ્રામ વધારાનું કોકેઈન મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલ દવા ફાર્મા સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીની છે અને તે ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 1,289 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક થાઈલેન્ડ ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત 13,000 કરોડ રૂપિયા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 5000 crore Cocaine Recovered in Ankleshwar , અંકલેશ્વરમાંથી અધધધ રૂ.5 હજાર કરોડનું 518 કિલો કોકેઈન મળ્યું, દિલ્હી-ગુજરાત પોલીસનું સંયુક્ત ઓપરેશન