
Baba Siddiqui Murder Case : પોલીસે સલમાન ખાનને ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવાની સૂચના આપીઃ બાબા સિદ્દીકીના શૂટરોએ પોલીસ તપાસમાં તેઓ લોરેન્સ બિશ્નોઇ ગેગંના હોવાનું જણાવ્યું
Baba Siddiqui Murder Case : મુંબઇમાં એનસીપી અજિત પવાર જૂથના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીના મૃત્યુથી સમગ્ર બોલિવૂડ આઘાતમાં છે. બાબા સિદ્દીકી હવે આ દુનિયામાં નથી એવા સમાચાર પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. રાજનીતિથી લઈને બોલિવૂડ સુધી પ્રભાવ ધરાવતા બાબા સિદ્દીકીના નિધનને કારણે સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. આ હત્યાના તાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે, પરંતુ બાબા સિદ્દીકીના મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. બાબા સિદ્દીકીની હત્યા કરનારા ચોથા આરોપીની ઓળખ થઈ છે. મોહમ્મદ જશીન અખ્તર નામનો આરોપી હત્યામાં સામેલ હોવાનો ખુલાસો, હત્યા બાદ પોલીસે 2 આરોપીની કરી ધરપકડ, ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપ નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બાબા સિદ્દીકીના શૂટરોએ પોલીસ તપાસમાં તેઓ લોરેન્સ બિશ્નોઇ ગેંગના હોવાનું જણાવ્યું છે. પોલીસનું માનવું છે કે ભલે મર્ડર બાબા સિદ્દીકીનું થયું, પણ લોરેન્સ ગેંગનો સ્પષ્ટ મેસેજ સલમાન માટે હોઇ શકે છે. આ ઘટના બાદ ભાઈજાન પણ કડક સુરક્ષા વચ્ચે જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેટ પર સામે આવેલા વીડિયોમાં સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે જોવા મળી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો ખબર છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
પોલીસે સલમાન ખાનને ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવાની સૂચના આપી છે. ભાઇજાને બાબા સિદ્દીકીની હત્યાની જાણકારી મળી ત્યારે તેઓ તેમનું શૂટિંગ અટકાવી તેમની હાલત જાણવા હૉસ્પિટલ જવા લાગ્યા હતા. એ સમયે પણ પોલીસે સુરક્ષાના કારણોસર તેમને હૉસ્પિટલમાં નહીં આવવાની સૂચના આપી હતી, જોકે, સલ્લુભાઇએ તેને ગણકારી નહોતી.
બાબા સિદ્દીકીની હત્યાના સમાચાર આવતા જ સલમાનખાને બીગ બોસ 18 નું શૂટિંગ અટકાવી દીધું હતું. બાબા સિદ્દીકી સલમાન ખાનના ખાસ મિત્ર હતા અને તેમની હત્યાથી સલમાન ખાનને ઘણો આઘાત લાગ્યો છે. આપણે જો હોસ્પિટલમાં પહોંચેલા સેલિબ્રિટીઝની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુંન્દ્રા સાથે હોસ્પિટલમાં પહોંચી હતી તે સિવાય વીર પહાડિયા, સંજય દત્તની બહેન પ્રિયા દત્ત, સંજય દત, સોનાક્ષી સિંહાના પતિ ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસિંહ સહિત ઘણા સેલિબ્રિટીઝ હોસ્પિટલ પહોંચ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , baba siddiqui murder case Salman khan security increase threts from lorrence bishnoi group , Baba Siddiqui Murder: બાબા સિદ્દીકી ની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવાયો