
Tata Trust New Chairman Noel Tata News : હવે નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનશે તેઓ સર્વસંમતિથી ચેરમેન તરીકે ચૂંટાયા
Tata Trust New Chairman Noel Tata : રતન ટાટાના નિધન બાદ ટાટા ટ્રસ્ટનો હવાલો કોણ લેશે તે અંગેની સસ્પેન્સ દૂર થઈ ગઈ છે. રતન ટાટાના ઉત્તરાધિકારીની શોધ પૂર્ણ થઈ ગઈ છે. રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટા હવે ટાટા ટ્રસ્ટનો હવાલો સંભાળશે. ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ નોએલ ટાટા અંગેનો નિર્ણય શુક્રવારે ટાટા ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકમાં લેવામાં આવ્યો હતો. ટાટા ગ્રુપના માર્કેટમાં લિસ્ટેડ ૨૯ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ૪૦૩ બિલિયન ડોલર એટલે કે ૩૯ લાખ કરોડ રૂપિયા છે.
ઉત્તરાધિકાર અંગે ચર્ચા કરવા ટાટા ટ્રસ્ટની આજે મુંબઈમાં બેઠક મળી હતી. રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે મંજૂરી આપવામાં આવી હતી. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને આ પરોપકારી સંસ્થાના પ્રેરક બળ રતન ટાટાનું ૯ ઓક્ટોબરે ૮૬ વર્ષની વયે અવસાન થતાં આ બેઠક થઈ હતી. રતન ટાટાને ૧૦ ઓક્ટોબરે મુંબઈમાં પૂર્ણ રાજય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમણે તેમના મૃત્યુ પહેલા તેમના અનુગામીની નિમણૂક કરી ન હતી.
રતન ટાટાના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. તેઓ ટ્રસ્ટના સંચાલન માટે મુખ્ય વ્યક્તિઓમાંના એક માનવામાં આવતા હતા. રતન ટાટા બાદ હવે નોએલ ટાટા ટ્રસ્ટની હોલ્ડિંગ કંપનીઓનું સંચાલન કરશે. નોએલ ટાટા રતનના પિતા નવલ ટાટા અને સિમોન ટાટાના 67 વર્ષીય પુત્ર છે. ટાટા ટ્રસ્ટની રચનામાં રતન ટાટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો મોટો હિસ્સો છે. આમાં હિસ્સો લગભગ 66 ટકા છે. ટાટા ગ્રુપ ટાટા ટ્રસ્ટ હેઠળ કામ કરે છે. આ ટ્રસ્ટ પરોપકારી પહેલ અને શાસનની દેખરેખ રાખવા માટે કામ કરે છે.
રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નોએલ પણ ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. ટાટા ગ્રુપ સાથે તેમનો ચાર દાયકાનો લાંબો ઈતિહાસ છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓના ચેરમેન પણ છે. એટલું જ નહીં, તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત, તેઓ ટાટા ઇકોસિસ્ટમ સાથે પણ ઊંડા સંબંધો ધરાવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Tata Trust New Chairman Noel Tata , ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ નાઓલ ટાટા