
નવલા નોરતાનો રંગ જામ્યો છે. ત્યારે વરસાદને લઈ આયોજકોમાં હજુ પણ ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ક્યાં વરસાદ પડશે. તેની આગાહી પણ કરવામાં આવી છે.
Gujarat Rain Forecast : નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો હજુ પણ ચિંતામાં છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યમાં નવરાત્રી દરમ્યાન વરસાદની સંભાવના નહીવત છે. તેમજ હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વાતાવરણ સૂકૂ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય મનાઈ રહી છે. આ તરફ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 16થી 22 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમા ફેરફાર થવાની શક્યતા છે. આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળશે જેના કારણે રાજ્યનાં કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે. આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે. આ તરફ ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા છે. આ સાથે આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતુ કે, અમદાવાદમાં હાલ 34.2 અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન રહેલું છે. હાલની સ્થિતી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી અમદાવાદમાં નથી. જોકે આખા રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી તાપમાન સરખુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ગરમીનું પ્રમાણ વધી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024