
IIFA ઉત્સવમ 2024: ઐશ્વર્યા રાયને બેસ્ટ એક્ટ્રેસ તો રજનીકાંતની 'જેલર'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, જુઓ વિનર્સ લિસ્ટ
અબુ ધાબીમાં યોજાયેલી આઈફા ઉત્સવમમાં એશ્વર્યા રાયને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, આ સાથે ત્રણ દિવસની ઇવેન્ટમાં ઘણા એવોર્ડ આપવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ આયોજન અને એવોર્ડનું લિસ્ટ.
અબુધાબીમાં IIFA ૨૦૨૪ ની ઉજવણી જબરદસ્ત હતી, જ્યાં દક્ષિણ ભારતીય અને બોલિવૂડના મોટા સ્ટાર્સ એકસાથે આ ખાસ પ્રસંગની ઉજવણી કરતા અને સન્માન મેળવતા જોવા મળ્યા હતા. સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલરને બેસ્ટ ફિલ્મ (તમિલ)નો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ફિલ્મના દિગ્દર્શક નેલ્સન દિલીપકુમારે મેળવ્યો હતો. આ સિવાય સાઉથ સુપરસ્ટાર નાનીને દશેરા (તેલુગુ) માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો અને વિક્રમને પોનીયિન સેલવાનઃ II' (તમિલ) માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.
આ ખાસ અવસર પર, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા, ચિરંજીવીને ભારતીય સિનેમામાં તેમની ઉત્કળષ્ટ સિદ્ધિઓ માટે જાવેદ અખ્તર અને શબાના આઝમી દ્વારા વિશેષ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાહિદ કપૂર, કળતિ સેનન, અનન્યા પાંડે અને ઐશ્વર્યા રાય જેવા મોટા બોલિવૂડ સ્ટાર્સે પણ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. ઉપરાંત, મણિ રત્નમ, સામંથા રૂથ પ્રભુ, ચિરંજીવી, એઆર રહેમાન અને નંદામુરી બાલકળષ્ણ જેવા પ્રખ્યાત ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. મણિરત્નમને 'PS II' માટે શ્રેષ્ઠ દિગ્દર્શક (તમિલ)નો એવોર્ડ મળ્યો, જ્યારે ઐશ્વર્યાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
► IIFA એવોર્ડ્સ ૨૦૨૪ ના વિજેતાઓની યાદીઃ
શ્રેષ્ઠ ફિલ્મ (તમિલ): જેલર
શ્રેષ્ઠ અભિનેતા (તેલુગુ): નાની (દસરા)
શ્રેષ્ઠ અભિનેતા (તમિલ): વિક્રમ (પોનીયિન સેલવાનઃ II)
શ્રેષ્ઠ અભિનેત્રી (તમિલ): ઐશ્વર્યા રાય (પોનીયિન સેલવાનઃ II)
શ્રેષ્ઠ દિગ્દર્શક (તમિલ): મણિરત્નમ (પોનીયિન સેલવાનઃ II)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (તમિલ) :એઆર રહેમાન (પોનીયિન સેલવાનઃ II)
ભારતીય સિનેમામાં ઉત્કળષ્ટ સિદ્ધિઃ ચિરંજીવી
ભારતીય સિનેમામાં ઉત્કળષ્ટ યોગદાનઃ પ્રિયદર્શન
ભારતીય સિનેમામાં વુમન ઓફ ધ યરઃ સામંથા રૂથ પ્રભુ
શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (તમિલ) :એસજે સૂર્યાહ (માર્ક એન્ટોની)
શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (તેલુગુ):શાઇન ટોમ ચાકો (દસરા)
શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (મલયાલમ) : અર્જુન રાધાકળષ્ણન (કન્નુર સ્ક્વોડ)
બેસ્ટ ર્સ્પોટિંગ રોલ (પુરુષ - તમિલ): જયરામ (પોનીયિન સેલવાનઃ II)
શ્રેષ્ઠ ર્સ્પોટિંગ રોલ (ષાી - તમિલ) :સહસ્ર શ્રી (ચિથા)
ગોલ્ડન લેગસી એવોર્ડઃ નંદમુરી બાલકળષ્ણ
કન્નડ સિનેમામાં શ્રેષ્ઠતાઃ ઋષભ શેટ્ટી
બેસ્ટ ડેબ્યુ (ષાી - કન્નડ): આરાધના રામ (કેત્રા)
શ્રેષ્ઠ દિગ્દર્શક (કન્નડ): થરુણ સુધીર (કેત્રા)
તમને જણાવી દઈએ કે, IIFA ઉત્સવ ૨૦૨૪ની ઉજવણી હજુ પૂરી થઈ નથી. હા, આઈફા એવોર્ડ્સ ૨૦૨૪નું આયોજન ૨૮મી સપ્ટેમ્બરે થવા જઈ રહ્યું છે અને આ વખતે તેને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન હોસ્ટ કરશે. આ ઇવેન્ટમાં બીજી શાનદાર રાત્રિ જોવા મળશે, જેમાં રેખા, શાહિદ કપૂર, કળતિ સેનન, અનન્યા પાંડે, જાホવી કપૂર અને વિકી કૌશલ જેવા સ્ટાર્સ તેમના દમદાર પરફોર્મન્સ આપતા જોવા મળશે. તેના ફેન્સ પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , iifa utsavam 2024 aishwarya rai won best actress award and rajinikanth win for jailer watch full list of winners In Gujarati , IIFA ઉત્સવમ 2024: ઐશ્વર્યા રાયને બેસ્ટ એક્ટ્રેસ તો રજનીકાંતની 'જેલર'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, જુઓ વિનર્સ લિસ્ટ