ટુંકમાં ન્યુઝ:- ટ્વિટર(tweeter) પહેલા વિરાટ કોહલી(virat kohli)ને (instagram)ઈન્સ્ટાગ્રામ પર પણ 50 મિલિયન લોકો ફોલો કરે છે. વિરાટ વિશ્વનો પહેલો એવો ક્રિકેટર(cricketer) છે, જેને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર બંને સોશિયલ મીડિયા(social media) પ્લેટફોર્મ પર 50 (millions)મિલિયનથી વધુ લોકો (follow)ફોલો કરી રહ્યા છે.
Virat Kohli Fan Following: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની ફેન ફોલોઈંગમાં દિવસેને દિવસે વધારો થતો દેખાય છે. વિરાટના ટ્વિટર પર પાંચ કરોડ (50 મિલિયન) ફોલોઅર્સ થયા છે. આ સાથે કોહલી વિશ્વનો પહેલો એવો ક્રિકેટર બની ગયો છે, જેને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર બંને પર 5 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. વર્ષ 2020માં જ વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોઅર્સ થયા હતા. અને આ વર્ષે જૂન મહિનામાં કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફોલોઅર્સ પણ પૂરા કર્યા હતા. મહત્વનું છે કે વિરાટ સિવાય અન્ય કોઈ ક્રિકેટરે આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.
જોકે વિરાટ ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા એથ્લેટમાં પાંચમા ક્રમે છે. આ મામલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે. ટ્વિટર પર લગભગ 95 કરોડ લોકો તેને ફોલો કરે છે. ફૂટબોલ ખેલાડી નેમાર આ મામલે બીજા સ્થાને છે. બાસ્કેટબોલનો લેબ્રોન જેમ્સ ત્રીજા અને ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર ચોથા સ્થાને યથાવત છે.
વિરાટ કોહલી સિવાય મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર છે, પરંતુ ધોની ટ્વિટર પર એક્ટિવ નથી. આ કારણોસર, તેના એકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ દૂર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેનું એકાઉન્ટ ફરીથી વેરિફાઈ કરવામાં આવ્યું હતું. ધોનીએ છેલ્લી ટ્વીટ જાન્યુઆરી 2021માં કરી હતી. તે સમયથી અત્યાર સુધી ધોનીને લગભગ 84 લાખ લોકો ફોલો કરે છે.
એશિયા કપમાં ભારતની છેલ્લી મેચમાં વિરાટ કોહલીએ 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં વિરાટની આ પ્રથમ સદી હતી. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 94 રન હતો. આ ઈનિંગ સાથે વિરાટ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી મોટી ઈનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. તેણે નવેમ્બર 2019 પછી પ્રથમ વખત સદી ફટકારી હતી. આ પહેલા બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં કોહલીએ સદી ફટકારી હતી. હવે ટી20 ક્રિકેટમાં સદી ફટકારીને કોહલી ફોર્મમાં પરત ફરે તેવી આશા છે. દરમિયાન, ચાહકોનું વધતું સમર્થન તેમને વધુ આત્મવિશ્વાસ આપશે.
એશિયા કપ પૂર્વેની મોટા ભાગની મેચમાં કોહલી શાનદાર પર્ફોર્મન્સ આપી શક્યો ન હતો. તેની કન્સિસ્ટન્સી પહેલા જેવી રહી ન હતી. માત્ર થોડી મેચમાં જ સારૂ પર્ફોર્મન્સ આપી શક્યો હતો. એ જ રીતે IPL માં પોતાનું પહેલા જેવું ફોર્મ દેખાયું ન હતું.. પરંતુ એશિયા કપની છેલ્લી મેચમાં સદી ફટકારીને કોહલીએ પોતાના ચાહકોનું દિલ ફરી જીતું લીધું હતું અને વર્લ્ડ કપમાં શાનદાર પર્ફોર્મન્સ માટે તૈયાર હોવાનો પડકાર પણ આપ્યો હતો..
Gujju news channel – sports ન્યુઝ – સ્પોર્ટઝ news – ગુજરાતી ન્યુઝ – gujju news – top gujarati news – sports news in gujarati