
રાજ્યમાં ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં ભરતી જાહેેર : જાણો કંઈ તારીખથી ક્યા ફોર્મ ભરી શકાશે ? તેમજ ભરતીને લગતી તમામ માહિતી
ગુજરાત રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિખ શાળાઓમાં શિક્ષણ સહાયકની 1608 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં બિન સરાકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકન 2484 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.
Government Teacher Recruitment In Higher Secondary and Secondary School : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફત મળેલ 1608 જેટલી અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TATTHS)-૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)- ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમેર અરજી કરવાની છેલ્લી તારીખે ૩૯ વર્ષ કરતા વધુ હોવી જોઇએ નહિ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા. ૧૦/૧૦/ ૨૦૨૪થી તા. ૨૧/૧૦/૨૦૨૪ના રોજ ૧૧.૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી
પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે.
જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gsero.In/ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઈટ પર મુકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , રાજ્યમાં ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં ભરતી જાહેેર : જાણો કંઈ તારીખથી ક્યા ફોર્મ ભરી શકાશે ? તેમજ ભરતીને લગતી તમામ માહિતી - government-higher-secondary-and-secondary-schools-teaching-assistant-1608-and-2484-posts-recruitment-bharati