Indian Cricket Team to an emphatic win in Chennai Against Bangladesh : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. રવિવારે 515 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશને 234 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટીમે 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન હતો. તેણે 6 વિકેટ ઝડપી હતી. સાથે જ પહેલી ઇનિંગમાં 113 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે કેપ્ટન નઝમુલ હસન શાંતોએ (82 રન) અડધી સદી ફટકારી હતી.
ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમે 158/4ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. શાંતોએ 51 અને શાકિબે 5 રન બનાવીને દાવને આગળ ધપાવ્યો હતો. શાંતો 82 રન બનાવીને આઉટ થયો હતો અને શાકિબ 25 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગ 4 વિકેટે 287 રન પર ડિકલેર કરી હતી અને બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રનમાં સમેટાઈ ગયો હતો.
ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો નિર્ણય પણ ફળતો જણાતો હતો જ્યારે તેણે માત્ર 34 રનમાં રોહિત, ગિલ અને વિરાટની વિકેટો ઝડપી હતી. પરંતુ આ પછી, ભારતની ઈનિંગને પંત અને યશસ્વીએ સંભાળી હતી. આ પછી અશ્વિન અને જાડેજાની જોડીએ ઈનિંગને વધુ મજબૂત બનાવી. પ્રથમ ઈનિંગમાં અશ્વિને 113 રન બનાવ્યા હતા જ્યારે જાડેજા 86 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય યશસ્વી જયસ્વાલે 70 રનની ઇનિંગ રમી હતી. પરિણામ એ આવ્યું કે ટીમ ઈન્ડિયાએ 376 રનનો સ્કોર કર્યો હતો. ભારતની પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશ માટે સૌથી સફળ બોલર હસન મહમૂદ રહ્યો હતો જેણે 5 વિકેટ ઝડપી હતી.
ભારતના 376 રનના જવાબમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ માત્ર 149 રનમાં સમેટાઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશદીપ, જાડેજા અને સિરાજને 2-2 વિકેટ મળી હતી. ભારતને પ્રથમ ઈનિંગમાં 227 રનની લીડ મળી હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં પંત અને ગિલે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ ભારતે વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, જેને ચેઝ કરવામાં બાંગ્લાદેશ નિષ્ફળ રહ્યું હતું અને ભારતની ટેસ્ટમાં જીત થઈ છે.
ભારતે કોઈ પણ ટીમ સામે પ્રથમ વખત સતત છ ટેસ્ટ મેચ જીતી છે. શ્રેણીની આગામી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. આ મેચમાં જીતની સાથે જ ભારતે પોતાની ઘરઆંગણાની સીઝનની મજબૂત શરૂઆત કરી છે. આ સીરીઝ બાદ ભારતને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ થશે, જ્યાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફરી એકવાર બંને ટીમો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જોવા મળશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના દૃષ્ટિકોણથી ભારત માટે આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
બાંગ્લાદેશ સામે વર્ષ 2022માં ટેસ્ટ મેચ રમ્યા બાદ પંતનો ભયાનક કાર અકસ્માત થયો હતો. ટીમ ઈન્ડિયાના 'એક્સ ફેક્ટર' પંતની ગેરહાજરીમાં બીસીસીઆઈએ ચાર વિકેટકીપરોની વિકેટકીપર અજમાવ્યા હતા. પરંતુ પંતની ટીમમાં તે 'એક્સ ફેક્ટર' કોઈ ઉમેરી શક્યું નહીં. તે ચાર વિકલ્પોએ કુલ 22 ઇનિંગ્સમાં માત્ર 33.44ની સરેરાશથી રન બનાવ્યા અને માત્ર ત્રણ વખત 50 રનનો આંકડો પાર કરી શક્યા. રિષભ પંતે આ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં 128 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ind-ban-chennai-test-india-won-chennai-test-defeated-bangladesh-by-280-runs , India vs Bangladesh Test , Indian Cricket Team to an emphatic win in Chennai Against Bangladesh : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી