મોદી કેબિનેટે 'વન નેશન-વન ઈલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. લગભગ એક વર્ષ સુધી મંથન કર્યા બાદ કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ દેશમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય સંસાધનોને બચાવવા, વિકાસને વેગ આપવા અને લોકશાહીને મજબૂત કરવાનો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શનની શક્યતાઓ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યા બાદ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવ પર કામ કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ માર્ચમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં કેટલીક મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ.સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (જેમ કે નગરપાલિકાઓ અને પંચાયતો) 100 દિવસની અંદર યોજવી જોઈએ.આ ભલામણોના અમલીકરણની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે એક 'અમલીકરણ જૂથ'ની રચના કરવી જોઈએ. એક સામાન્ય મતદાર યાદી અને એક જ મતદાર ઓળખ કાર્ડની વ્યવસ્થા હોવી જોઈએ, જે ચૂંટણી પંચ (ECI) અને રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 'વન નેશન, વન ઇલેક્શન'ના મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનારા 47 રાજકીય પક્ષમાંથી 32 પક્ષે એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષે વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષે જવાબ આપ્યો નથી. વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. એ 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસનાં સંશોધનનું પરિણામ છે.
હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઇએ, એટલે કે લોકસભા અને રાજ્યની વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે. આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.
1. આ પ્રસ્તાવ પર કામ કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ માર્ચમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં કેટલીક મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી...
2. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ.
3. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (જેમ કે નગરપાલિકાઓ અને પંચાયતો) 100 દિવસની અંદર યોજવી જોઈએ.
4. આ ભલામણોના અમલીકરણની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે એક 'અમલીકરણ જૂથ'ની રચના કરવી જોઈએ.
5. એક સામાન્ય મતદાર યાદી અને એક જ મતદાર ઓળખ કાર્ડની વ્યવસ્થા હોવી જોઈએ, જે ચૂંટણી પંચ (ECI) અને રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવે.
1. સંસાધનોની બચત થશે.
2. વિકાસ અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળશે.
3. લોકશાહીનો પાયો મજબૂત બનશે.
4. તેનાથી દેશની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ મળશે
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી , One Nation One Election Bill PM Modi Cabinet Kovind committee Report