
Fukrey ફિલ્મના આ બે સ્ટાર લગ્નના બંધનમાં બંધાશે, અલી ફઝલ અને રિચા ચઢ્ઢાની છે ફિલ્મી લવ સ્ટોરી...
બોલિવૂડમાં ફરી શરણાઈના સુર વાગવા જઈ રહ્યા છે. ફુકરે(Fukrey) ફિલ્મથી ફેમસ થયેલા અલી ફઝલ(Ali Fazal) અને રિયા ચઢ્ઢા(Riya Chadda) જલ્દી જ લગ્ન(marriage) કરવા જઈ રહ્યા છે. બે વર્ષ પહેલા એટલે કે 2020માં બંનેના લગ્ન થવાની વાત જાહેર થઈ હતી. પરંતુ કોરોના મહામારીને લીધે બંનેએ લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.
બોલિવૂડ અભિનેતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. અને લોકોને એન્ટરટેઈન કરી રહ્યા છે. અને હવે બંને સ્ટાર્સ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા આ મહિનાના અંતમાં લગ્ન કરવા કરશે તેવી માહિતી સામે આવી છે. તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન દિલ્હીમાં થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બંનેના લગ્ન મોટા પાયે થશે. અને લગ્ન બાદ આ કપલ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપશે. બંનેના રિસેપ્શનમાં 350 થી 400 મહેમાનો હાજરી આપશે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. લગ્નના સમાચાર સાંભળીને બંનેના ફેન્સ પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
►કોરોનાને લીધે લગ્ન અટકાવવા પડ્યા
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. બંનેના લગ્ન બે વર્ષ પહેલા એટલે કે 2020માં થવાના હતા. જોકે, કોરોના મહામારીને કારણે બંનેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ લગ્ન સમારોહ માટે 2020માં 21, 23 અને 24 એપ્રિલ નક્કી કરી હતી. અને આ પહેલા રિચા ચઢ્ઢાએ પણ ખુલાસો કર્યો હતો કે બંને લગ્નની તૈયારી કરી રહ્યા છે. આમંત્રણો પણ મોકલવાના હતા પરંતુ કોરોનાને કારણે બધું જ અટકી ગયું હતું.
►પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયા
તે પછી બંને કલાકારો પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ હવે બંનેએ પોતાના લગ્નની જાહેરાત કરી છે. બંનેના લગ્ન પણ રાજધાની દિલ્હીમાં જ થશે. જેના માટે ચાહકો પણ ખૂબ જ અધીરા દેખાઈ રહ્યા છે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો ફુકરે 3માં બંને સાથે જોવા મળશે. આ સિવાય અલી ફઝલ ગુટ્ટિયા, બાવરે અને હોલીવુડ પ્રોજેક્ટ કંદહારમાં જોવા મળશે.
►ફુકરેના સેટ પર બંને પ્રેમમાં પડ્યા હતા
બંનેની લવસ્ટોરી શરૂઆત ક્યારથી થઈ તે અંગે ઘણા લોકો પ્રિડિક્ટ કરે છે. અને તેમની આશંકા પણ સાચી છે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા વર્ષ 2012માં આવેલી ફિલ્મ ફુકરેમાં સાથે જોવા મળ્યા હતા. અને આ દરમિયાન જ બંને મિત્રો બની ગયા હતા. બાદમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. અને વર્ષ 2015 માં, બંને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બે વર્ષ બાદ એટલે કે વર્ષ 2017માં અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ તેમના સંબંધોને જાહેર કર્યા હતા. અને બંને વચ્ચે ગાઢ પ્રેમ બંધાયો હતો. અને હવે લવ સ્ટોરી પોતાના મુકામ પર જઈ રહી છે. અને ટુંક સમયમાં બંને એકબીજા સાથે જન્મો જન્મોના બંધનના કસમો લેશે અને નિકાહ કરશે
gujarati news - top news of the day - bollywood news - gujarat news - gujju news channel