
શું તમે પણ સફેદ વાળથી પરેશાન છો? કોપરેલમાં આ દેશી વસ્તુ ઉકાળીને લગાવવાથી જડમૂળમાંથી થશે કાળા વાળ, મોંઘા કલર જેવી આપશે ઈફેક્ટ!
How to get rid of white hair overnight: આજે અમે તમને સફેદ વાળને કાળા કરવાનો એક એવો નુસખો જણાવવા જઇ રહ્યાં છીએ, જેનો ઉપયોગ કર્યા બાદ તમારો એક-એક સફેદ વાળ કાળો થઇ જશે. તો ચાલો તમને જણાવીએ આ નુસખો શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે
વાળ સફેદ થઇ જવા આજકાલ દરેક વ્યક્તિ માટે એક મોટી સમસ્યા બની ગઇ છે. ખાસ કરીને હવે તો નાની ઉંમરમાં જ લોકોના વાળ ગ્રે કે સફેદ થવા લાગ્યા છે. How to turn white hair black પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેમિકલવાળી હેર પ્રોડક્ટ્સ કે ડાઇનો ઉપયોગ નથી કરવા માગતા તો અમે તમારા માટે એક એવો અસરકારક નુસખો લઇને આવ્યા છીએ જે તમારા વાળને જડમૂળથી કાળા બનાવી દેશે. ચાલો તમને જણાવીએ વાળ કલર કરવાની આ રીત જેની અસર એકદમ દમદાર છે.
વાળનું સફેદ થવું એક સામાન્ય સમસ્યા છે જે લોકોમાં વધતી ઉંમર સાથે જોવા મળે છે. જો કે, હવે તો યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે, જેના ઘણા કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે તેનું મુખ્ય કારણ મેલેનિન માનવામાં આવે છે, જે વાળનો રંગ જાળવી રાખે છે. પરંતુ જો તેની ઉણપ હોય તો વાળ સફેદ થવા લાગે છે.
સફેદ વાળને કાળો રંગ કરવા માટે તમને આ વસ્તુઓની જરૂર પડશે.
• સરસિયાનું તેલ - 1 મોટી વાટકી
• આમળા પાવડર- 1 ચમચી
• કોફી- 1 પાઉચ
• ભૃંગરાજ- 2 નાની ચમચી
• હિના પાવડર- 2 ચમચી
જણાવી દઈએ કે તમારા વાળની લંબાઈ વધારે હોય તો ઉપર જણાવેલી તમામ સામગ્રીને તમે તમારા હિસાબે વધારી શકો છો.
• સૌથી પહેલા તમે પેનમાં તેલ નાખીને ધીમી આંચ પર ઉકાળવા દો.
• તે બાદ તેલમાં આમળા પાવડર, કોફી, ભૃંગરાજ અને હિના પાવડર નાંખીને બધી વસ્તુઓને 5થી 8 મિનિટ સુધી કાળુ થાય ત્યાં સુધી ઉકાળો.
• જ્યારે બધી વસ્તુઓ સારી રીતે ઉકળી જાય તો ગેસ બંધ કરી લો અને તેલ ગાળી લો.
• હવે તમે આ તેલને રોજ તમારા વાળમાં લગાવો અને પછી જુઓ કેવી રીતે તમારા વાળ કાયમ માટે કાળા થઇ જાય છે.
• તેલને ગાળ્યા પછી વધેલી પેસ્ટને પણ તમે તમારા વાળમાં ડાઇની જેમ યુઝ કરી શકો છો.
• સ્વાસ્થ્યની સાથે આપણા વાળ માટે પણ આમળા ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે…
• આમળામાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે જે મેલેનિનના ઉત્પાદનને વધારે છે, જે વાળનો રંગ જાળવી રાખે છે.
• આમળા પાવડર વાળને નેચરલી કાળા કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને શાઇની બનાવે છે.
• આ ફળમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને વિટામિન સી હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને તેને ખરતાં રોકે છે.
• સાથે જ આમળા પાવડર આપણી સ્કેલ્પને સાફ અને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , How to turn white hair black , નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું કારણ , સફેદ વાળને નેચરલી કાળા કરશે આ તેલ , વાળ કાળા કરવા માટે ઘરે બનાવો આ તેલ , black hair , Black Long Hair , grey hair , Hair Care tips , Hair color , Thick Long Hair , white hair