
Mobile Tips: જો તમારો ફોન થોડા સમયમાં ગરમ થાય છે, તો અપનાવો આ ટિપ્સ...
કોઈપણ મશિનને વધારે કામ થાય તો તે ગરમ થાય છે. મોબાઈલનું પણ કંઈક આવુ જ હોય છે. આજના સમયમાં ફોન આપણી મોટાભાગની જરૂરિયાતો પૂરી કરે છે. ઘરે બેસીને અથવા કોઈપણ જગ્યા પરથી આપણે આપણા સ્માર્ટફોન વડે આપણું ઘણું બધું કામ કરતા હોઈએ છીએ. એવામાં આપણા ફોનમાં કંઈક ખામી આવે તો આપણને ઘણી મુશ્કેલી આવી શકે છે. અને આપણું જીવન જાણે થંભી ગયુ હોય તેવુ લાગે છે. એવામાં મોટા ભાગના લોકોને મોબાઈલ ગરમ થવાની સમસ્યા થતી હોય છે. લાંબો સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આ ખામી સર્જાતી હોય છે. આજકાલના મોટાભાગના સ્માર્ટફોનમાં ઓવરહિટીંગની સમસ્યા વધી ગઈ છે. પહેલાના સાદા ફોનમાં આ સમસ્યા થતી ન હતી. પરંતુ આજના આધુનિક યુગમા સ્માર્ટફોન થોડા સમય માટે ચલાવ્યા પછી પણ ગરમ થવા લાગે છે. જેથી તમે તમારો ફોન લાંબા સમય સુધી વાપરી શકતા નથી.
►જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોવ તો આ રીત અપનાવો.
જો તમે ફોન ઓવરહિટીંગની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો પહેલા તમારે ફોનની બેટરી ચાર્જ કરવા માટે ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરવો પડશે. ચાર્જર અથવા કેબલ બગડે ત્યારે મોટાભાગના લોકો લોકલ ચાર્જરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જેના કારણે ફોન ગરમ થવા લાગે છે.
આનાથી ફોનમાં બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વખત લોકો ચાર્જિંગ ચાલુ છોડી દે છે અને તેમનો ફોન 100% ચાર્જ થવા પર પણ ચાર્જિંગ ચાલુ રહે છે. પરંતુ આવું કરવું ફોનના સ્વાસ્થ્ય માટે સારું નથી.
તમારા ફોનને હંમેશા 90 અથવા 80 ટકા સુધી ચાર્જ કરો. આ તમારા ફોનને વધુ ગરમ થવાથી બચાવી શકે છે. ફોનમાં ઘણી એવી એપ્સ છે જેનો તમે ઉપયોગ નથી કરતા અને તે ચાલતી રહે છે. આ માટે તમારે સેટિંગ્સમાં જઈને આ એપ્સને બંધ કરવી પડશે. આ કારણે તમારો ફોન ઝડપથી ગરમ નહીં થાય.
gujju news channel - gujararti samachar- latest news - top news gujarati