
સુરતમાં ગઇકાલે ગણપતિ મંડપ પર પથ્થર ફેંકીને કોમી શાંતિ ડહોળાવાની ઘટનામાં અત્યાર સુધી ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ૨૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. સુરતમાં ગઇકાલે સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના બની હતી, જેમાં થોડા યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર ફેંકયા હતા. આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના બાદ ગુજરાતના ગળહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ૨૭ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેઓ આવી પ્રવળત્તિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ હતા.
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન કાંકરીચાળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો..સુરતમાં ગણેશજીના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવતા માહોલ તંગ બન્યો છે. સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થતાં બબાલ થઈ..જે બાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા..ઘટનાની જાણ થતા ધારાસભ્ય કાંતિ બલ્લર અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે દોડી આવ્યા.
રોષે ભરાયેલા લોકોએ પોલીસ અને ધારાસભ્ય પર પથ્થરમારો કર્યો. વિધર્મી તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની ગણેશ ભક્તો માંગ કરી રહ્યા છે. ગણેશપંડાલ પર પથ્થરમારો થતાં હિંદુ યુવકો રસ્તા પર ઉતર્યા હતા. તો લોકોના ટોળાએ સૈયદપુરામાં વાહનોને આગચંપી કરતાં તંગદિલી વધી હતી. સુરતના લાલગેટ વિસ્તારમાં વિધર્મી યુવકોએ પથ્થમારો કર્યો. એટલું જ નહીં ગણેશ મહોત્સવના બીજા દિવસે હિન્દુઓની આસ્થા પર હુમલો થયો છે. એક તરફ વડોદરામાં ગણેશ મૂર્તિને ખંડિત કરી તો સુરતમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા ખુદ ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા અનેતોફાનીઓને પકડીને જેલભેગા કરવાની સૂચના આપી. આખી રાત કવાયત હાથ ધરીને સવાર સુધીમાં ૨૭ જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. સાંસદ મુકેશ દલાલે પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
સુરત પથ્થરમારાની ઘટના પર ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરી હતી. તેમણે સુરત પોલીસે રાતભર કરેલી કામગીરીની માહિતી આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેં જે વચન આપ્યુ હતુ તે પ્રમાણે સૂર્યાદય પહેલા તમામ પથ્થરબાજોને પકડી લેવામા આવ્યા છે. કુલ ૨૭ પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. તેના બાદ પગપાળા સૈયદ પુરા ચોકી પાસે પહોંચ્યા હતા. હર્ષ સઘવીએ નિવેદનમાં જણાવ્યું કે, કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહિ. ૨૦ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આ રીતની પ્રવળત્તિ નહિ ચલાવાય. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. લોખંડના તાળા પણ તૂટશે. આરોપીઓને બહાર પણ કાઢવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Surat Latest News , Surat News , સુરતમાં ગણપતિ મંડપ પર પથ્થર ફેંકીને કોમી શાંતિ ડહોળાવાનો પ્રયાસ કરનાર ૩૩ને રાતોરાત રાઉન્ડઅપ કરી લેતી પોલીસ , પથ્થરમારો