
Ranveer and Deepika's First Baby : રણવીર-દીપિકાના ઘરે પારણું બંધાયું, ગણેશ ચતુર્થીના દિવસે દીપિકા પાદુકોણે દીકરીને આપ્યો જન્મ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા Deepika Padukon And Ranveer Sinh Become Parents Of Baby Girl Child બની ગયાં છે. દીપિકાએ દીકરીને જન્મ Deepika Gave Birth Baby Girl Child On Ganesh Chaturthi આપ્યો છે. અભિનેત્રીને શનિવારે, સાત સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દિવસે બપોરે મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલી HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સાથે રણવીર સિંહ અને તેનો પરિવાર પણ હાજર હતો. અગાઉ 6 સપ્ટેમ્બરે દીપિકા બાપ્પાનાં દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.. દીપવીરે ફેબ્રુઆરીમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો પણ શેર કરી છે. જે બાદ ફેન્સ પણ તેની ડિલિવરીની રાહ જોઈ રહ્યા હતા.
આગલા દિવસે સોશિયલ મીડિયા પર પતિ રણવીર સિંહ અને તેના પરિવાર સાથે એચએન હોસ્પિટલમાં જવાનો એક વીડિયો વાયરલ થયો હતો. હવે પાપારાઝી વરિન્દર ચાવલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને માહિતી આપી છે કે અભિનેત્રી એ પુત્રીનું સ્વાગત કર્યું છે. દીપિકાના ઘરે એક બાળકીનો જન્મ થયો છે તેવા સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ ખુશ થઇ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપી રહ્યા છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગણેશ ચતુર્થીના બીજા દિવસે બાળકીને જન્મ આપ્યો હતો. ડિલિવરી પહેલા બંને સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા પણ ગયા હતા અને બાપ્પાના આશીર્વાદ લીધા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. અભિનેત્રીએ આ માહિતી આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના ચાહકો સાથે શેર કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે તેણે જણાવ્યું હતું કે તેમનું બાળક સપ્ટેમ્બરમાં આવવાનું છે.
આ સમાચાર શેર કર્યા બાદથી જ અભિનેત્રી પોતાની પ્રેગનન્સીને લઈને ચર્ચામાં રહે છે. ઘણા લોકોએ તેના બેબી બમ્પ પર સવાલ પણ ઉઠાવ્યા હતા, પરંતુ દીપિકાએ સોશિયલ મીડિયા પર પ્રેગનન્સી શૂટના ફોટોઝ શેર કરીને બધાનું મોઢું બંધ કરી દીધું હતું.
મહિનાઓ પહેલાં રણવીરે કહ્યું હતું, દીપિકા જેવી દીકરી જોઈએ રણવીરે 'ધ બિગ પિક્ચર શો'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ શોના પ્રમોશનલ શૂટ દરમિયાન રણવીરે કહ્યું હતું, 'મારી હંમેશાંથી ઈચ્છે છે કે અમારે ઘરે દીપિકા જેવી દીકરીનો જન્મ થાય. તમને ખ્યાલ જ છે કે મારા લગ્ન થઈ ગયા છે ને હવે બાળકો પણ થશે. તમારી ભાભી (દીપિકા) નાનપણમાં એટલી ક્યૂટ લાગતી હતી કે હું તો ભગવાનને એમ જ કહું છું કે મને એના જેવી દીકરી દે. બસ મારી લાઇફ સેટ થઈ જાય. હું નામો પણ શોર્ટલિસ્ટ કરી રહ્યો છું.
દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા'ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યાં અને 5 વર્ષના સંબંધ પછી બંનેએ લગ્ન કરી લીધા. દીપિકા અને રણવીર 'ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા', 'પદ્માવત', 'બાજીરાવ મસ્તાની' અને '83'માં સાથે જોવા મળ્યા છે. આ સિવાય દીપિકાએ રણવીરની ફિલ્મ 'સર્કસ'માં પણ કેમિયો કર્યો છે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી હાલમાં જ નાગ અશ્વિનની ફિલ્મ કલ્કિ 2898 એડી માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન પણ જોવા મળ્યા હતા. હવે દીપિકા ટૂંક સમયમાં રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ સિંઘમ અગેન માં લેડી કોપની ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, અજય દેવગણ, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર અને જેકી શ્રોફ પણ છે.