
Ahmedabad Drugs : ગુજરાતના યુવાધનને નશામાં ધકેલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch ને મોટી સફળતા મળી છે.૨૦૦ કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી,પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી છે,અગામી સમયમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો Vatva GIDC વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો.આશરે ૨૦૦ કિલોથી વધુનો ગાંજો અને એમ.ડી સહિત ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે.ગુજરાત સહિત અન્ય રાજયોમાં પણ ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની પોલીસને માહિતી મળી છે. ડ્ગ્સ અન્ય કયા જિલ્લામાં ઉતાર્યું છે તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે. ઓડિસાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાઉડર મોટી માત્રામાં મળી આવ્યો છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતર્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. ૧૧૦૦ કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા જીઆઇડીસીમાં ઉતારવાનો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ અન્ય કઇ જગ્યા પર ઉતારવામાં આવ્યો હતો તેને લઇને પણ તપાસ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી ૧૪૩.૩૩૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે ૧૪ લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.
અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબર ક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના ૩૭ પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે આગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.
• રાજ્યમાં 4 વર્ષમાં 9,679 કરોડનું 87,650 કિલો ડ્રગ્સ પકડાયું
• રાજ્યમાં 4 વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા
• દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયું
• અત્યાર સુધી 50થી પણ વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરાઈ
• પાકિસ્તાન, ઈરાન, અફગાનિસ્તાનના નાગરિકોની ધરપકડ
• મોટા ભાગે પાકિસ્તાન તરફથી ડ્રગ્સ મોકલવામાં આવે છે
• ગુજરાત, પંજાબ અને દિલ્લીમાં ડ્રગ્સ પહોંચાડવા લક્ષ્યાંક અપાય છે
• ATS અને કોસ્ટ ગાર્ડે ડ્રગ્સ પકડવાની પદ્ધતિ બદલી કાઢી છે
• બાતમીદારો અને રેડિયો ફ્રિક્વન્સી પર ગુજરાત પોલીસની નજર
• ગુજરાતના દરિયાકાંઠે તમામ બોટ પર નજર રાખવામાં આવી રહી છે
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Ahmedabad Crime Branch , Ahmedabad Drugs , અમદાવાદ માંથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું