Wrestlers Bajrang Punia And Vinesh Phogat Joined Congress : હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે દેશના સ્ટાર રેસલર બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા શુક્રવારના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસ બંન્ને પહેલવાનોને હરિયાણાની ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. બજરંગ પૂનિયા સોનીપત જિલ્લાની એક વિધાનસભા સીટ પરથી મેદાન પરથી ઉતારી શકે છે. તો વિનેશ ફોગાટ પણ ચૂંટણી લડી શકે છે. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા ત્યારથી થઈ રહી છે. જ્યારે બંન્ને પહેલવાન કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંદાજે 15 મિનિટ સુધી ચાલી હતી. ત્યારથી કોંગ્રેસમાં જોડાવાની વાતે જોર પકડ્યું હતુ.
ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ વિજેતા બજરંગ પૂનિયા અને પેરિસ ઓલિમ્પિકમાં 3 રેસલરને હરાવનાર વિનેશ ફોગાટ વર્ષ 2023માં પૂર્વ ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંધના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ રસ્તા પર ઉતાર્યા હતા.બંનેએ બ્રિજ ભૂષણ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો સામે દિલ્હીની સડકો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, તે દરમિયાન પણ આ કુસ્તીબાજોને કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું. હાલમાં પેરિસ પેરાલિમ્પિક 2024માં વજનના કારણે વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગઈ હતી. તે ફાઈનલમાં રમી શકી ન હતી. જેના કારણે ગોલ્ડ મેડલની આશા ગુમાવી હતી. સાથે સિલ્વર મેડલ પણ મળ્યો ન હતો. ત્યારબાદ તેના વજનને લઈ ખુબ ચર્ચાઓ પણ થઈ હતી.
હરિયાણાની 90 સીટ પર એક જ તબક્કામાં 5 ઓક્ટોમબરના રોજ મતદાન યોજાશે. ત્યારબાદ 8 ઓક્ટોમ્બરના રોજ રિઝલ્ટ જાહેર થશે.મંગળવાર સુધીમાં, કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યની 90માંથી 66 બેઠકો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. પરંતુ હજુ સુધી એક પણ યાદી બહાર પાડવામાં આવી નથી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Wrestlers Bajrang Punia And Vinesh Phogat Joined Congress , કોંગ્રેસ , હરિયાણા ચૂંટણી , રાહુલ ગાંધી , વિનેશ ફોગાટ