• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • ગણેેશ મૂર્તિ સ્થાપના માટે આ 5 મુહૂર્ત અતિ શ્રેષ્ઠ, આવતીકાલે ગણપતિના વિઘ્નેશ્વર સ્વરૂપની પૂજા કરવાથી મળે છે મનોવાંછિત ફળ

ગણેેશ મૂર્તિ સ્થાપના માટે આ 5 મુહૂર્ત અતિ શ્રેષ્ઠ, આવતીકાલે ગણપતિના વિઘ્નેશ્વર સ્વરૂપની પૂજા કરવાથી મળે છે મનોવાંછિત ફળ

10:09 AM September 06, 2024 gujjunewschannel.in Share on WhatsApp



ભગવાન ગણેશની જન્મજયંતિને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે 07 સપ્ટેમ્બર, શનિવારથી ગણેશોત્સવની શરૂઆત થાય છે. ગણેશોત્સવ 10 દિવસ ચાલે છે. ચતુર્થીથી શરૂ થયેલો ગણેશોત્સવ અનંત ચૌદશે પૂર્ણ થાય છે. આ દિવસો દરમિયાન ગણપતિ બાપ્પાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો ગણેશજી પ્રસન્ન થાય છે. આપણા શાસ્ત્રોમાં ગણેશજીને જ્ઞાન અને સુખ- સમૃદ્ધિના દાતા માનવામાં આવે છે. ganesh chaturthi 2024 Shubh muhurt Pooja Vidhi in Gujarati

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશજીનો જન્મ બપોરે થયો હતો. તેથી, ભગવાન ગણેશની પૂજા માટે મધ્યાહનનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે ગણેશોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 દિવસ પછી 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જાણો ગણેશ ચતુર્થીના દિવસે પૂજાનો શુભ સમય, પૂજા પદ્ધતિ અને ચંદ્રોદયનો સમય….

► ગણેશ ચતુર્થી ક્યારે છે?

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદય તિથિને ધ્યાનમાં રાખીને 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આ વખતે સંયોગવશ ગણેશ ચતુર્થી પર રવિયોગ,સિધ્ધિયોગ,સ્થિર યોગ બની રહ્યો છે. 

► આ 5 શ્રેષ્ઠ ચોઘડિયામાં ગણેશજીની કરો સ્થાપના

• શુભ ચોઘડિયું - સવારે 7:56 થી 9:30 વાગ્યા સુધી
• લાભ ચોઘડિયું - બપોરે 14:17 થી 15:52 સુધી
• ચલ ચોઘડિયું - બપોરે 12:42 થી 14:17 સુધી
• અમૃત ચોઘડિયું - સાંજે 19:03 થી 20:28 સુધી
• અભિજીત મુહૂર્ત - બપોરે 12:33 થી 12:47 સુધી

► શ્રીગણેશની સ્થાપનાની વિધિ

સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. જ્યાં પણ મૂર્તિની સ્થાપના કરવી હોય ત્યાં આસન પાથરીને બેસો અને ભગવાન ગણપતિની સ્થાપના કરવાનો સંકલ્પ લેવો. તમારી સામે બાજોઠ પર સફેદ સ્થાપન પાથરો અને એના પર ચોખા મૂકો. પડોળા તાંબાના વાસણમાં ચંદન અથવા કુમકુમનો ઉપયોગ કરીને સ્વસ્તિક બનાવો અને ચોખા મૂકો. આ પાત્રમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો.

► ગણેશ પુરાણ મુજબ ગણેશજીની પૂજા કરવાની રીત

ઘીનો દીવો પ્રગટાવો અને દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવો. ગણેશજીને અષ્ટગંધ અને લાલ ચંદનથી તિલક કરો હાર-ફૂલો પહેરાવો. મીઠાઈઓ અર્પણ કરો.લવિંગ, ઈલાયચી, કેસર, કપૂર, સોપારી અને કેચુ ધરાવતાં સોપારી અર્પણ કરો. આરતી કરો અને 21 વાર પ્રદક્ષિણા કરો ને દક્ષિણા અર્પણ કરો.

► સંકટમોચન ગણેશજીની ખાસ પૂજા કરવાથી સંકટ કરો દૂર

ગણેશજીની ખાસ પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. પરંતુ પૂજા પછી આરતી ન થાય તો પૂજાનું ફળ અડધું જ રહી જાય છે. ભગવાન ગણેશની આરતી કરવાથી લગ્નજીવનમાં સુખ અને સૌભાગ્ય આવે છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે. આરતી કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. ત્યાં જ, આરતીમાં સામેલ થનાર લોકો ઉપર પણ ભગવાન ગણેશની કૃપા બની રહે છે.

પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કંકુ, અગર, કપૂર, ઘી અને ચંદનથી સાત કે પાંચ દીવેટ બનાવો. સાથે જ ઘંટ કે સંગીત વાદ્યો વગાડીને આરતી કરવાથી સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગણપતિ ઉત્સવ સિવાય પણ દરેક મહિનાની ચોથે પણ ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. કેમ કે શ્રીગણેશ આ તિથિના સ્વામી છે. તેમની પૂજા કરવાથી આ ખાસ તિથિઓ અને તહેવાર સિવાય દર બુધવારે ગણેશજીની પૂજા અને આરતી કરવી જોઈએ. આવું કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે.

► ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન પર પ્રતિબંધ

શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચંદ્ર દર્શન વર્જિત છે. દંતકથા અનુસાર, આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી મિથ્યા દોષ કે કલંક લાગે છે. ભગવાન ગણેશે ચંદ્ર ભગવાનને શ્રાપ આપ્યો હતો કે જે કોઈ ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ચંદ્રને જોશે તેના પર મિથ્યા દોષ લાગશે. આ શ્રાપ ભગવાન શ્રીકૃષ્ણને પણ લાગ્યો હતો.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us