Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડનો શરુ થયો છે. ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 5 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ગાંધીનગરના માણસામાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 11 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. માણસામાં 4.29 ઇંચ, વિજાપુર 4.25 ઇંચ, મહેસાણા 3.35 ઇંચ, પ્રાંતિજ 3.35 ઇંચ, ડીસા 3.19 ઇંચ, સરસ્વતી 2.28 ઇંચ, જોટાણા 2.52 ઇંચ, કુંકાવ વાડીયા, દાંતીવાડા અને પાલનપુરનાં 2.44 ઇંચ અને ઇડરમાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સિદ્ધપુર, ધરમપુર અને મોડાસામાં 1.97 ઇંચ, થરાદ 1.85, ગોંડલ 1.81, બોટાદ 1.77, ખંભાત 1.73, મેઘરજ 1.73 ઇંચ, કપરાડા 1.69 ઇંચ, જેતપુર 1.54 ઇંચ, ટંકારા, વઘઇ અને ખંભાળિયામાં 1.46 ઇંચ, રાજકોટ 1.42 ઇંચ, જામ કંડોરાણા અને હળવદ 1.48 ઇંચ, હિંમતનગર 1.30 ઇંચ, જસદણ અને ઉમરગામ 1.22 ઇંચ, પોશિના અને ખેરગામ 1.18 ઇંચ, ધનસુરા 1.14 ઇંચ, મોરબી અને ડાંગ આહવા 1.10 ઇંચ, બરવાળા, લાખણી, લાલપુરમાં 1.06 ઇંચ, અમરેલી, ઉંઝા અને વડાલીમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય 147 તાલુકામાં 1 થી લઇને 25 મીમી વરસાદ વરસ્યો છે.
6 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યુ છે. 7 સપ્ટેમ્બરેના રોજ બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલ્લો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024 , 06.00 TO 20.00 HRS RAINFALL DATA DT 05-09-2024