
Weather News: નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે આજથી આગામી ચાર દિવસ સુધી દેશના દસ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં જે રાજ્યોની વાત કરવામાં આવી રહી છે તેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ છે. IMDએ લોકોને ચેતવણી આપી છે કે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
►પૂરની સ્થિતિ
ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ત્યારે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે. ગુના, રાજગઢ, અગર માલવા, રતલામ, નીમચ અને મંદસૌર જિલ્લામાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધીના ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનુ જનજીવન પણ પ્રભાવિત થયુ છે.
►ઓરિસ્સામાં યલો એલર્ટ
વળી, ઓરિસ્સામાં યલો એલર્ટ છે. સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરીમાં પણ વરસાદ પડશે. જો રાજધાની દિલ્લીની વાત કરીએ તો આજે પણ દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેશે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહી શકે છે.
►પંજાબમાં પણ વરસાદના અણસાર
જ્યારે પંજાબ, હરિયાણા અને છત્તીસગઢમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે રાજસ્થાનમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. જો દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળમાં પણ ભારે વરસાદની આશંકા છે.
►ભારે વરસાદની સંભાવના
જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કોંકણ, ગોવા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાનમાં વરસાદની આગાહી છે. હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને દિલ્લીમાં હળવા વરસાદની શક્યતા છે.
Weather News- Weather updates - gujarat news channel - india weather - gujju news - gujarat news - top news - latest news