• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનનો સમાવેશ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન | Hurun India Rich List 2024

ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનનો સમાવેશ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન | Hurun India Rich List 2024

09:57 PM August 29, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Shah Rukh Khan Networth: બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. તે એ યાદીનો ભાગ બની ગયો છે જેમાં લગભગ 150 કરોડ ભારતીયોમાંથી માત્ર 1539 લોકોને જ સ્થાન મળ્યું છે. બોલિવુડનો બેતાજ બાદશાહ શાહરૂખ ખાન પ્રથમ વખત હુરૂન ઈન્ડિયાની ધનિકોની યાદી (Hurun India Rich List 2024)માં સ્થાન મેળવ્યું છે. 58 વર્ષીય ખાન રૂ. 7300 કરોડની નેટવર્થ ધરાવે છે. આ યાદીમાં કિંગ ખાન ઉપરાંત સાત અન્ય બિઝનેસમેનની એન્ટ્રી થઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચીલીઝ એન્ટરટેનમેન્ટની સફળતાના પગલે કિંગ ખાનની નેટવર્થમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે, ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ફરી પાછા પ્રથમ ક્રમે પહોંચ્યો છે. મુકેશ અંબાણી બીજા ક્રમે છે.

► શાહરૂખ બાદ અભિનેત્રી જૂહી ચાવલા નેટવર્થમાં બીજા નંબરે

ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનનો સમાવેશ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન | Hurun India Rich List 2024 , shah rukh khan makes his debut on hurun india rich list 2024 know networth of celebrity and adani ambani

શાહરૂખ ખાન બાદ આ યાદીમાં રૂ. 4600 કરોડની નેટવર્થ સાથે અભિનેત્રી જૂહી ચાવલા છે. આ બંને બિઝનેસ પાર્ટનર છે. જૂહી ચાવલા કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર છે. તદુપરાંત અભિનેતા ઋતિક રોશ પણ એથલેટિક કંપની એચઆરએક્સના કારણે રૂ. 2000 કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. અમિતાભ બચ્ચન એન્ડ ફેમિલી અને કરન જોહર ચોથા અને પાંચમા ક્રમે છે. અમિતાભ બચ્ચન એન્ડ ફેમિલીની નેટવર્થ રૂ. 1600 કરોડ અને ધર્મા પ્રોડક્શન્સના માલિક કરન જોહરની સંપત્તિ રૂ. 1400 કરોડ થઈ છે.

ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનનો સમાવેશ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન | Hurun India Rich List 2024 , shah rukh khan makes his debut on hurun india rich list 2024 know networth of celebrity and adani ambani

► દેશના ટોચના ધનિકો

હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી રૂ. 11.61 લાખ કરોડ સાથે પ્રથમ ક્રમે છે. મુકેશ અંબાણી 10.14 લાખ કરોડ સાથે બીજા ક્રમે, શીવ નાદર 3.14 લાખ કરોડ સામે ત્રીજા ક્રમે, સાયરસ પુનાવાલા 2.89 લાખ કરોડ સાથે ચોથા ક્રમે અને દિલિપ સંઘવી રૂ. 2.49 લાખ કરોડ સાથે પાંચમા ક્રમે છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ એક વર્ષમાં 95% વધીને રૂ. 11.62 લાખ કરોડ થઈ છે. અદાણી પરિવારે છેલ્લા એક વર્ષમાં તેની કુલ સંપત્તિમાં રૂ. 5,65,503 કરોડનો વધારો કર્યો છે.અદાણી પરિવાર અંબાણી પરિવારને પછાડી દેશનો સૌથી ધનિક પરિવાર બની ગયો છે. અંબાણી પરિવારની સંપત્તિ 10.15 લાખ કરોડ રૂપિયા છે. એક વર્ષમાં 25 ટકાનો વધારો થયો છે.'હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024' અનુસાર, 'હિંડનબર્ગના આરોપો છતાં ગૌતમ અદાણી અને પરિવારે ગયા વર્ષની સરખામણીમાં સંપત્તિમાં 95% વૃદ્ધિ હાંસલ કરી છે.' HCLના માલિક શિવ નાદર અને પરિવારની કિંમત 3.14 લાખ કરોડ રૂપિયા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક સાયરસ એસ. પૂનાવાલા અને પરિવાર 2.90 લાખ કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા અને ચોથા સ્થાને છે.


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનનો સમાવેશ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન | Hurun India Rich List 2024 , shah rukh khan makes his debut on hurun india rich list 2024 know networth of celebrity and adani ambani



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...

  • 31-05-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 30 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 29 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 28-05-2025
    • Gujju News Channel
  • સરકારની ખેડૂતોને ભેટ..! ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં કરાયો વધારો
    • 28-05-2025
    • Gujju News Channel
  • હવામાન વિભાગની આગાહી : જુન મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી હશે...
    • 27-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 28 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 27-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us