
Unified Pension Scheme : ભારતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમની માંગ સાથે અનેક વાર આંદોલન કરવામાં આવ્યા છે. એવામાં કેન્દ્રની NDA સરકારે આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ (NPS)ની જગ્યાએ હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લોન્ચ કરી છે. એટલે કે જ્યાં અત્યાર સુધી કર્મચારીને જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાની તક હતી, હવે તેને નવી પેન્શન યોજના અને યુનિફાઇડ પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાની તક મળશે, જેના હેઠળ કર્મચારીઓને છેલ્લા બેઝિક પગારના 50 ટકા જેટલું આજીવન પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર ઇચ્છે તો તેઓ તેને અપનાવી પણ શકે છે. જો રાજ્યોના કર્મચારીઓ જોડાશે તો લગભગ 90 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે.
નવી પેન્શન યોજના 2004માં અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજનાની જગ્યાએ તેને લાગુ કરવાની યોજના હતી પરંતુ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને લાંબા સમયથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઉદાહરણ તરીકે, એનપીએસ હેઠળ, કર્મચારીઓ પાસેથી પણ પેન્શન યોગદાન લેવાનું શરૂ થયું. આમાં કેટલીક અન્ય જોગવાઈઓ પણ કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, તમે પેન્શનની રકમના 60 ટકા ઉપાડી શકો છો અને સંબંધિત કર્મચારીના બાકીના 40 ટકા સેલેરી બ્રેકેટ મુજબ ટેક્સ લાગશે. નવી પેન્શન યોજના હેઠળ મળતું પેન્શન કર્મચારી દ્વારા તેના રોજગાર દરમિયાન કરેલા યોગદાન પર આધાર રાખે છે, અને માર્કેટ પરફોર્મન્સના આધારે આપવાની જોગવાઈ છે. સરકારી કર્મચારીઓ તેમના મૂળ પગાર અને ડીએના 10% યોગદાન આપે છે. સરકાર આમાં 14 ટકા ફાળો આપે છે. કોઈપણ કર્મચારી એનપીએસમાં ખાતું ખોલાવી શકે છે, જેમાં તેઓ ઓછામાં ઓછા 500 રૂપિયાનું યોગદાન આપી શકે છે.
⇒ ટિયર I: આ એક મેન્ડેટરી એકાઉન્ટ છે, જેમાં નિવૃત્ત વ્યક્તિને ટેક્સ બેનિફિટ મળે છે.
⇒ ટિયર II: આ એક ઓપ્શનલ કોન્ટ્રીબ્યુશન એકાઉન્ટ છે, જેમાંથી કર્મચારીઓ કોઈપણ સમયે તેમની પેન્શનની રકમ ઉપાડી શકે છે, પરંતુ તે કોઈપણ ટેક્સ બેનિફિટ પ્રદાન કરતું નથી.
જૂની પેન્શન સ્કીમ અંતર્ગત સરકારી કર્મચારીઓને સરકાર તરફથી તેમની છેલ્લી સેલરીના આધારે માસિક પેન્શન આપવાની જોગવાઈ છે. એટલે કે આ યોજના અંતર્ગત કર્મચારીઓને પેન્શનમાં કોન્ટ્રીબ્યુશન આપવું પડતું ન હતું. જો કે આને બદલે 2004માં ત્યારની વાજપેયી સરકારે ન્યૂ પેન્શન સ્કીમ લોન્ચ કરી હતી, જેનો ઘણો વિરોધ થયો હતો. અત્યાર સુધીની ચૂંટણીઓમાં OPSને ફરીથી લાગૂ કરવાના વચનો અપાતા રહ્યા છે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ અથવા UPS એ કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા શરૂ કરાયેલ એક નવી પહેલ છે. તે જૂની પેન્શન યોજનાની જેમ કામ કરશે અને નવી પેન્શન યોજનાના કેટલાક મહત્ત્વપૂર્ણ લાભો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. યુનિફાઇડ પેન્શન સ્કીમમાં નિવૃત્ત લોકોને નિવૃત્તિ પહેલા રોજગારના છેલ્લા 12 મહિનાના તેમના મૂળ પગારના 50 ટકા પેન્શન તરીકે મળશે. સામાન્ય રીતે, ફક્ત 25 વર્ષની સેવા પૂર્ણ કરનારને જ તેનો સંપૂર્ણ લાભ મળશે. આનાથી ઓછું, ઉદાહરણ તરીકે, જો તમે તમારી નોકરી 10-25 વર્ષની વચ્ચે પૂર્ણ કરી છે, તો તમારું પેન્શન તે એડજસ્ટ કરી દેવામાં આવશે. જો કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને 60 ટકા પેન્શન આપવામાં આવશે. આ રકમ કર્મચારીના મૃત્યુ પછી તરત જ પરિવારને આપવામાં આવશે. જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછી 10 વર્ષની સેવા પૂરી કરી હોય, તો તેને પેન્શન તરીકે દર મહિને ઓછામાં ઓછા 10,000 રૂપિયા પણ મળશે. સરકારી કર્મચારીઓ તેમના પગારના 10% યુપીએસમાં યોગદાન આપશે. હવે જે રીતે જૂની પેન્શન યોજનામાં સરકારનું યોગદાન 14 ટકા હતું તે હવે UPS હેઠળ વધારીને 18.5 ટકા કરવામાં આવશે. 1 એપ્રિલ, 2025થી UPS લાગુ થવા જઈ રહ્યું છે, જેના વિશે કેન્દ્ર સરકારનું કહેવું છે કે આનાથી કર્મચારીઓને વધુ નાણાકીય સુરક્ષા મળશે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પેન્શન યોજનાને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ સરકારના કુલ 23 લાખ કર્મચારીઓને લાભ મળશે. યુનિફાઇડ પેન્શન યોજના પ્રમાણે જે કર્મચારી 25 વર્ષ સુધી કામ કરશે તેને આખી પેન્શન મળશે. સરકારે પહેલી એપ્રિલ 2025થી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
આટલું જ નહીં જો ચાલુ નોકરીએ કર્મચારીનું મોત થઈ જાય છે તો પત્નીને 60 ટકા પેન્શન આપવામાં આવશે. 10 વર્ષ સર્વિસ આપનાર કર્મચારીને 10 હજાર રૂપિયા પેન્શન મળશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વિવિધ રાજ્ય સરકારો પણ આ યોજના લાગુ કરી શકે છે.
યુનિફાઇડ પેન્શન યોજના પ્રમાણે 25 વર્ષ સુધી નોકરી કરનાર કર્મચારી પૂર્ણ પેન્શન મેળવવાનો અધિકાર ગણાશે. જે તે કર્મચારીની નોકરીના છેલ્લા 12 મહિનામાં જે વેતન મળતું હશે તેના 50 ટકા રિટાયરમેન્ટ બાદ પેન્શન રૂપે આપવામાં આવશે. રિટાયરમેન્ટ બાદ પેન્શનભોગીનું નિધન થાય છે તો મૃત્યુ સમયે મળતા પેન્શનનું 60 ટકા તેમના પરિવારને મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર NPS (ન્યૂ પેન્શન સ્કીમ)ના કર્મચારીઓને UPS ( યુનિફાઇડ પેન્શન સ્કીમ ) માં જવાનો વિકલ્પ આપવામાં આવશે. જે કર્મચારી 2004 પછી રિટાયર થયા છે તેમને પણ UPSનું વિકલ્પ આપવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , unified pension scheme approoved by modi led cabinet providing family pension , pension schemes ops nps and ups now here everything about these schemes