
Bollywood Story: અનુરાગ કશ્યપે બંને પૂર્વ પત્નીઓ સાથે શેર કર્યો ફોટો, લોકોએ ઉડાવી મજાક!!
Anurag Kashap : જ્યારે પણ બોલિવુડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry)માં સફળ મેકર્સનું નામ આવે છે. ત્યારે અનુરાગ કશ્યપનું નામ સૌથી આગળ આવે છે. હિટ ફિલ્મો આપનાર અનુરાગ કશ્યપ હાલમાં તેની આવનારી ફિલ્મ દોબારાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનાર અનુરાગ કશ્યપે એક ફોટો શેર કર્યો છે.
જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને તે સોશિયલ મીડિયા (Social media) પર ટ્રોલિંગનો શિકાર થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ અનુરાગ કશ્યપે એવું તો શું શેર કર્યું છે કે જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
મનમર્ઝિયા, સાંડ કી આંખ,ગેંગ્સ ઑફ વાસેપુર જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર અનુરાગ કશ્યપે હાલમાં તેની ભૂતપૂર્વ પત્નીઓ સાથે એફ ફોટો શેર કર્યો છે. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટ્રાગ્રામ હૈન્ડલ પર તેનો ફોટો સૌ લોકોનું ઘ્યાન ખેંચી રહ્યો છો.
►કૈપ્શનમાં લખ્યું દો પિલર્સ
આ ફોટોમાં તેની બંન્ને બાજુ તેની ભૂતપૂર્વ પત્નીઓ ઉભેલી જોવા મળી રહી છે. Kalki Koechlin અને આરતી બજાજની સાથે કરેલો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ અનુરાગની ખુબ મજાક ઉડાવી રહ્યા છે. અનુરાગે ફોટો સાથે કૈપ્શનમાં લખ્યું મેરે દો પિલર્સ જેના પર લોકોનું રિએક્શન સામે આવી રહ્યું છે, આ ફોટો કોઈ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે તો કોઈ તેને ટ્રોલ કરી રહ્યું છે.
ક્યારે થયો હતો બંન્ને પત્નીઓ સાથે તલાક ?
હવે ટ્રોલ થઈ રહેલા અનુરાગ કશ્યપનો ફોટો જોઈને લોકો તેને મોર્ડન ફેમિલી કહી રહ્યા છે. કેટલાક યુઝર્સે આ ફોટોને આઇકોનિક પણ ગણાવી છે. જણાવી દઈએ કે, નિર્દેશક અનુરાગ કશ્યપ અને આરતી બજાજના લગ્ન વર્ષ 1997માં થયા હતા અને વર્ષ 2009માં આ સંબંધનો અંત આવ્યો હતો. ત્યારપછી અનુરાગે વર્ષ 2011માં કલ્કિ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના ચાર વર્ષ બાદ વર્ષ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
bollywood news - top news - anurag kshyap - latest news - gujju news channel - gujarati news - entertainment news channel