
2024ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર Film બની Stree 2 , રિલીઝ થયાને માત્ર ત્રણ દિવસમાં જ 100 કરોડની કમાણી પાર કરી બનાવ્યો રેકોર્ડ
રાજકુમાર રાવ (Rajkumar Rao) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સ્ટારર ફિલ્મ 'સ્ત્રી 2' 15મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ હોરર કોમેડી સાથે વધુ બે ફિલ્મો રિલીઝ થઈ. તેમાં જોન અબ્રાહમની 'વેદ' અને અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' પણ સામેલ છે. ત્રણ ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'સ્ત્રી 2' Stree 2 Box Office Collection છે, જે જબરદસ્ત કલેક્શન કરી રહી છે અને લોંગ વીકએન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે.
ફિલ્મે પહેલા દિવસે બમ્પર ઓપનિંગ મળી હતી અને આ ફિલ્મે 55.40 કરોડની ઓપનિંગ સાથે રેકોર્ડ પણ બનાવ્યો હતો અને હવે ત્રીજા દિવસે તેણે 44 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર ત્રણ દિવસ જ થયા છે અને તેણે કલેક્શનના મામલે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પ્રથમ બે દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યા બાદ, સ્ત્રી 2 એ હવે નવો રેકોર્ડ બનાવ્યો છે.
15 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થનારી સ્ત્રી-2 આ વર્ષે રૂ. 100 કરોડનો આંકડો પાર કરનારી માત્ર ચોથી બોલિવૂડ ફિલ્મ છે. આ લિસ્ટમાં કલ્કિ 2898 એડી સિવાય ફાઈટર (212.73 કરોડ), શૈતાન (147.97 કરોડ) અને મુંજ્યા (101.6 કરોડ) આ વર્ષની 100 કરોડની બોલિવૂડ ફિલ્મો છે. સાથે જ ફિલ્મના નિર્દેશક કૌશિક માટે, 'સ્ત્રી' અને 'બાલા' પછી 100 કરોડની કમાણી કરનાર તેની આ ત્રીજી ફિલ્મ છે.
ત્રણ દિવસમાં, સ્ત્રી 2 એ સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 135 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'સ્ત્રી 2' એ હવે નવો રેકોર્ડ બનાવ્યો છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ હોરર-કોમેડી ફિલ્મ આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે.
સ્ત્રી 2 વિશે વાત કરીએ તો, તે અમર કૌશિક દ્વારા નિર્દેશિત 2018 માં રિલીઝ થયેલી 'સ્ત્રી' ની સિક્વલ છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને વરુણ ધવનનો કેમિયો પણ છે, જે ફિલ્મ રિલીઝ થયા બાદથી ખૂબ ચર્ચામાં છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Stree 2 Film Review , Stree 2 Box Office Collection , Box Office Collection Of Stree 2 , સ્ત્રી 2 ફિલ્મએ કેટલી કમાણી કરી