Share Market: આખરે રોકણકારોને ભારતીય શેરબજારમાં પહેલા જેવી સ્થિતિ દેખાઈ. બુધવારના રોજ શેર માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. 5મી એપ્રિલ 2022 બાદ સેન્સેક્સ 60,100ની નીચે આવી ગયો હતો. પરંતુ આજે બીએસઈ સેન્સેક્સ 60,000ને પાર પહોંચ્યો છે. ક્રૂડ માર્કેટ ઓઈલમાં 6 મહિનાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. જેની અસર શેર માર્કેટ પર થોડા ઘણા અંશે પડી છે. આજે બજાર પુર્ણ થતા નિફ્ટી 17,944 સુધી પહોંચી હતી. તો બીએસઈ સેન્સેક્સમાં 417 પોઈન્ટના વધારા સાથે 60,260ના સ્તરે બંધ રહ્યો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 141.62 પોઈન્ટના વધારા સાથે 59,983.83 પોઈન્ટ્સ અને નિફ્ટી 48.25 પોઈન્ટની તેજી સાથે 17,873.50 પર નોંધાઈ હતી. જોકે આજે રૂપિયો પણ જોરદાર તેજીમાં છે. શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો 44 પૈસા વધીને 79.30 પર આવ્યો હતો.
ઓપનિંગ બાદ નિફ્ટી પર NTPC, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, BPCL, હીરો મોટોકોર્પ તથા આઈસર મોટર્સમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી. જ્યારે , HDFC, HDFC બેંક, ઈન્ફોસિસ, TCS અને HCL ટેક ઘટાડા પર હતા. સેન્સેક્સ પર NTPC, હિંદુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, રિલાયન્સ અને બજાજ ફિનઝર્વ તેજી પર હતા. જ્યારે ટીસીએસ, ઈન્ફોસિસ, HDFC અને HDFC બેંક ડાઉનમાં હતા. એશિયાઈ માર્કેટ્સમાં ટોક્યો, શાંઘાઈ તથા હોંગકોંગના માર્કેટ તેજીમાં હતા જ્યારે સોલમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું.
►સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે રિકવરી
ઉલ્લેખનીય છે કે, ભારતીય ડોમેસ્ટિક માર્કેટમાં સતત 5મા અઠવાડિયે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોની આવકમાં વધારા અને ફુગાવામાં રાહતના કારણે માર્કેટ તેજીમાં છે. સેન્સેક્સ-નિફ્ટીએ છેલ્લા 4 સપ્તાહમાં કુલ 11 ટકાનો સુધારો હાંસલ કર્યો છે. મતલબ કે, 2022માં અત્યાર સુધીમાં બંને ઈન્ડેક્સમાં જેટલો ઘટાડો નોંધાયો તે રિકવર થઈ ગયો છે. એટલે સુધી કે, જુલાઈ મહિનામાં ફેબ્રુઆરી 2021 બાદ માર્કેટનું સૌથી સારૂં સપ્તાહ નોંધાયું હતું. માટે કહી શકાય કે હવે માર્કેટમાં મંદીના વાદળો ઓછા થયા છે અને માર્કેટ ફરી ટ્રેક પર આવી રહ્યુ છે.
indian-stock-market-recover-after-4-month - gujarat business news - gujju news channel - gujjunewschannel.in - gujarati news story - top news - latest news