
આ તો ગજબ! મામીએ ભાણી સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, સાથેે જીવવા-મરવાના લીધા સોગંધ...
બિહારના ગોપાલગંજમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાણેજના પ્રેમમાં પાગલ થયેલી મામીએ પોતાના પતિને છોડી દીધો હતો. બાદમાં ભાણેજ સાથે ભાગીને લગ્ન કરી લીધા. બંનેએ લગ્ન કર્યા હોવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા પરિવારને મળી હતી. કહેવાય છે કે ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. આ મામલો કુચાયકોટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બેલવા ગામનો છે. બે મહિલાઓના લગ્નએ ભારે ચકચાર જગાવી છે. | Bihar Gopalganj unique marriage mami married with bhani in durga temple
બેલવાની રહેવાસી મામી-ભાણેજે તમામ સંબંધોને હદ પાર જઈને સાસામુસામાં આવેલા દુર્ગાભવાની મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. મંદિરમાં લગ્ન દરમ્યાન રીતિ રિવાજ નિભાવ્યા હતા. આ દરમ્યાન બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી. ગળામાં મંગળસૂત્ર નાખ્યું અને પછી સિંદુર ભરીને સાત ફેરા પણ લીધા હતા અને સાત જન્મ સુધી સાથ નિભાવાનું વચન પણ આપ્યું હતું. લગ્ન બાદ બંનેએ એક બીજા સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી.
ભાણેજ શોભાના પ્રેમમાં પાગલ થયેલી મામી સુમને જણાવ્યું કે, શોભા ખૂબ જ સુંદર છે. મને ડર હતો કે તેના લગ્ન ક્યાંક બીજે થઈ જશે તો મને છોડીને જતી રહેશે. બસ આ જ ડરના કારણે અમે બંને બધું છોડીને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. તો વળી શોભાએ જણાવ્યું કે, સાસામુસા મંદિરમાં અમે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ અમે એકસાથે જીવવા મરવાની કસમો ખાધી છે. ગોપાલગંજમાં મામી અને ભાણેજના લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. ચારેતરફ આ અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને બંનેના પરિવારે લગ્નની જાણકારી આપી છે. વીડિયોમાં બંને પોતાની મરજીથી તથા જન્મોજન્મ સુધી સાથે રહેવાની વાત કરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Bihar Gopalganj unique marriage mami married with bhani in durga temple , મામીએ ભાણી સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, સાથેે જીવવા-મરવાના લીધા સોગંધ