
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી/વતન પ્રવાસનો લાભ 6000 કિમીની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે. Gujarat govt allows employees to travel in Vande Bharat Express train under LTC/Vatan Pravas scheme
ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓને મળતી આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં ઉદાર વલણ અપનાવીને એલટીસી બ્લોક 2020-23ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમિયાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે.
એક મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર છે. આમ, આ નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનર્સ-કર્મચારી લાભ થયો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદની વાત..
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 13, 2024
કર્મચારીઓને રજા પ્રવાસ કે વતન પ્રવાસ માટે દર ચાર વર્ષે LTC નો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. જે અંતર્ગત, વંદે ભારત ટ્રેનની મુસાફરીને પણ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.