• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • કેમ દુધના ભાવમાં થાય છે વધારો ? એક સમયે 19 રૂપિયામાં મળતી અમુલ ગોલ્ડની કિંમત રૂ.31એ પહોંચી....

કેમ દુધના ભાવમાં થાય છે વધારો ? એક સમયે 19 રૂપિયામાં મળતી અમુલ ગોલ્ડની કિંમત રૂ.31એ પહોંચી....

06:06 PM August 16, 2022 Admin Share on WhatsApp



Why Amul Milk Price Hike: દિવસે દિવસે વધતી મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત છે ત્યારે અમૂલે આમ આદમીને વધુ એક ઝટકો આપ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રુપિયાનો વધારો કર્યો છે. અમૂલનું સંચાલન કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) દ્વારા અપાયેલી માહિતી અનુસાર, 17 ઓગસ્ટથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

►શું છે નવા ભાવ

આવતીકાલથી લાગુ થનારા 500 મિલીના પાઉચના નવા ભાવ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અમૂલ ગોલ્ડની કિંમત 31 રુપિયા પ્રતિ 500 મિલી રહેશે. જ્યારે અમૂલ તાજાનું 500 મિલીનું પાઉચ 25 રુપિયા, અમૂલ શક્તિ 28 રુપિયામાં મળશે.

►અમૂલ દૂધના ભાવમાં ફરી એક વાર ભાવવધારો

►અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો

►17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં વધારો અમલી

►500 મિલિ અમૂલ ગોલ્ડનો ભાવ 31 રૂપિયા

►500 મિલિ અમૂલ તાજાનો ભાવ 25 રૂપિયા

►500 મિલિ અમૂલ શક્તિ દૂધનો ભાવ 28 રૂપિયા

જણાવી દઇએ કે વિશ્વની સૌથી મોટી સહકારી મંડળી અમૂલે પણ જનતાને વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે. અમૂલે દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દૂધના ઉત્પાદન અને અન્ય ખર્ચમાં વધારો થતા ભાવવધારો કર્યો છે. અમૂલ દૂધની તમામ બ્રાન્ડના ભાવ આવતીકાલથી જ વધી જશે. કંપનીએ કરેલ જાહેરાત પ્રમાણે અમૂલ દૂધના ભાવમાં 17મી ઓગષ્ટ,2022થી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

►અમૂલે તાજેતરમાં જ દહીં, છાશ અને લસ્સીના ભાવમાંં કર્યો હતો તોંતિગ વધારો

પાંચ ટકા જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડી જતાં અઢાર જુલાઈથી દહીં અને છાશના ભાવમાં અમૂલે વધારો કરી દીધો હતો.દહીંના એક કિલોના પેકના ભાવ રૃા. ૪ વધારીને રૃા. ૬૯ કરી દીધા હતા. દહીંના ૨૦૦ ગ્રામના પાઉચમાં રૃા. ૧નો, ૪૦૦ ગ્રામના પાઉચમાં રૃા. ૨નો વધારો કર્યો. ૪૦૦ ગ્રામના પાઉચના ભાવ રૃા. ૩૦થી વધીને રૃા. ૩૨ થઈ ગયા. ૨૦૦ ગ્રામના દહીંના કપના ભાવ ર૦થી વધારી રૃા.૨૧ અને ૪૦૦ ગ્રામના કપના ભાવ રૃા. ૪૦થી વધારી રૃા.૪૨ કરી દેવામાં આવ્યા. પ્રી પૅક કે પ્રી લેબલ્ડ બટરમિલ્ક-છાશ અને દહીં કર્ડને જીએસટીને પાત્ર ગણવાનો જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

►કેમ દુધના ભાવમાં થાય છે વધારો ?

આજથી એક દાયકા પહેલા અમુલ ગોલ્ડની કિંમત માત્ર 19 રૂપિયા હતી. પરંતુ સમય અને ઈન્ફલેક્શન વધતા તેમાં પણ વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થતો સતત વધારો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધારી રહ્યો છે. જે પશુપાલકને દુધ મોકલવા માટે મોંઘો સાબિત થયો છે. સાથે જ વીજળી પણ મોંઘી થઈ છે જેનો સીધો ફટકો કંપનીને દુધ સાચવવા પર પડે છે. સૌથી મોટું ભાવ વધવાનું કારણ છે, પશુઓના ઘાસચારામાં મોંઘવારી આકાશે આંબી છે. દાયકા પહેલા એક પશુનો રોજનો ઘાસચારો માત્ર 50 રૂપિયામાં આવતો હતો. પરંતુ હવે તેમાં બે ગણાથી પણ વધુની કિંમત થઈ છે. માટે પશુઓની સંભાળથી માંડીને તેને કંપનીથી ઘર ઘર સુધી પહોંચાડવુ ઘણુ મોંઘુ થતું ગયુ છે. પરંતુ આ તમામ અવકાશ હોવા છતા જો સરકાર દુધ પર સબસીડી જાહેર કરે અને ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો કરે તો ભાવ અવશ્ય ઘટી શકે તેમ છે. 

why amul hike the price of milk - amul milk price hike - gujarat milk price - milk news  



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us