Paris Olympic 2024 : ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર સ્ટાર ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં પણ ઈતિહાસ રચ્યો છે. તેણે પેરિસમાં સિલ્વર જીતીને એક અદભુત રેકોર્ડ પણ બનાવ્યો છે. ટોકિયો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ચેક રિપબ્લિકના યાકુબ વાલાચ, જર્મનીના જુલિયન વેબર અને ગ્રેનાડાના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ સિવાય નીરજને પાકિસ્તાનના અરશદ નદીમના કઠિન પડકારનો સામનો કરવો પડ્યો હતો. Javeline Thrower Neeraj Chopra Won The Silver Medal In Paris Olympic 2024
નીરજે 89.45 મીટરના અંતરે જેવલિન થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો છે. નીરજનો આ સિઝનનો આ સર્વશ્રેષ્ઠ થ્રો છે. અગાઉ, નીરજે આ જ પેરિસ ઓલિમ્પિકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34 મીટર થ્રો કર્યો હતો. જ્યારે અરશદે 92.97 મીટરનું રેકોર્ડ અંતર થ્રો કરીને ગોલ્ડ જીત્યો છે. આ એક નવો ઓલિમ્પિક રેકોર્ડ છે. અરશદે નોર્વેના એન્ડ્રેસ થોર્કિલડસેનનો રેકોર્ડ તોડ્યો છે. એન્ડ્રિયસે 23 ઑગસ્ટ, 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર જેવલિન થ્રો કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
નીરજ ચોપરા જ્યાં પણ જાય છે ખાલી હાથે આવતો નથી. આ શરુઆત 2016થી શરુ થઈ હતી. પહેલી વખત એક રેકોર્ડ બનાવ્યો હતો. આ વાત અંડર-20 વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપની છે જ્યાં તેમણે જૂનિયર જેવલિન થ્રોનો રેકોર્ડ બનાવ્યો હતો. નીરજનો આ થ્રો 86.48 મીટરનો હતો અને જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. ત્યારથી આવનાર ભવિષ્યમાં એક ઝલક મળી ગઈ હતી. જેમાં એક બાદ એક રેકોર્ડ બનવા લાગ્યા અને તૂટવા લાગ્યા હતા. ગુરુવાર 8 ઓગસ્ટની સાંજે પેરિસ ઓલિમ્પિક 2024માં પણ નીરજે આ સિલસિલો ચાલુ રાખ્યો અને પોતાના નામે ઈતિહાસ રચ્યો હતો.
નીરજ પેરિસ ઓલિમ્પિકમાં ચેમ્પિયન તો ન બન્યો પરંતુ ખાલી હાથે પરત ફર્યો નથી. નીરજે શાનદાર થ્રોની સાથે સિલ્વર મેડલ પર પોતાનું અને ભારતનું નામ લખ્યું હતુ. આવી રીતે રેકોર્ડ બુકમાં પણ નામ નોંધાવ્યું છે. 26 વર્ષનો નીરજ ચોપરા ઓલિમ્પિકમાં એથલેટિક્સના 2 મેડલ જીતનાર ભારતનો પહેલો એથલીટ બન્યો છે. તેમણે આ પહેલા ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ પહેલા એથલેટિકસમાં ભારત માટે કોઈ પણ એક ખેલાડીએ મેડલ જીત્યો ન હતો.
નીરજ ચોપરાએ સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો અને આવું કરનાર માત્ર ચોથો ભારતીય એથલિટ બની ગયો છે. નીરજ સિવાય સુશીલ કુમાર (2008, 2012), પીવી સિંધુ (2016, 2020) અને મનુ ભાકર બંન્ને આ કમાલ કર્યું છે. માત્ર ભારત જ નહિ પરંતુ નીરજ ચોપરા જેવલિન થ્રોમાં 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલો એશિયન એથલીટ પણ બની ગયો છે. તે પહેલા કોઈએ કમાલ કર્યું નથી. માત્ર ઓલિમ્પિકનું જ નહિ પરંતુ નીરજનો આ થ્રો આ સીઝનનો બેસ્ટ હતો. આ પહેલો તેનો બેસ્ટ 89.34 મીટર હતો. જે પેરિસ ઓલિમ્પિકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં આવ્યો હતો.
નીરજ ચોપરા એથલેટિક્સમાં 2 ઓલિમ્પિક અને 2 વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ જીતનાર પહેલો ભારતીય પણ બની ગયો છે. ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકના મેડલ સિવાય નીરજે 2022માં યૂઝીન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને 2023માં બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. નીરજે જૂનિયર લેવલથી સીનિયર લેવલ સુધી મોટી ઈવેન્ટમાં 12 મેડલ જીત્યા છે.જેમાં 9 વખત તેમણે ગોલ્ડ અને 3 વખત સિલ્વર મેડલ જીત્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , પેરિસ ઓલિમ્પિક 2024 , સ્પોર્ટ્સ , Paris Olympic 2024 , Neeraj Chopra Records , Javeline Thrower Neeraj Chopra Won The Silver Medal In Paris Olympic 2024