
કળયુગમાં જાણે કે સંબંધીઓ જ પોતાના સગા વહાલાઓની જિંદગી ખરાબ કરતા હોય અને સભ્ય સમાજમાં સંબંધોને લાંછન લગાવતાં હોય તેવા કિસ્સાઓની ભરમાર થઈ રહી છે. તાજેતરમાં જ અમદાવાદમાં સગા માસાએ ભાણીને પોતાની ફાર્મા કંપનીમાં QA એટલે કે ક્વોલિટીટીવ એનાલિસીસી તરીકે નોકરીએ રાખી હતી. નોકરીના છ માસ બાદથી ‘તું મને ખુશ કર, હું તારી લાઇફ બનાવી દઇશ’ તેમ કહીને માસાએ ભાણી સાથે સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને ગર્ભ રહી ગયા બાદ તે સતત તણાવમાં રહેતી હતી. માસાની હરકતોથી કંટાળીને નોકરી છોડી દીધી હતી. સમાજમાં બદનામી થવાના ડરથી યુવતીએ અંતે આપઘાત કરી લીધો હતો. આ મામલે વેજલપુર પોલીસે મૃતકના માસા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાજેતરમાં જ માસા અને ભાણી વચ્ચેની સોશિયલ મીડિયા ચેટ્સ પણ સામે આવી છે જે જોઈને સૌ કોઈ ચોકી ઉઠ્યા છે. Ahmedabad Crime News
મૂળ ગીર સોમનાથની 22 વર્ષીય યુવતી વેજલપુર વિસ્તારમાં સાત વર્ષથી તેના ભાઇના ઘરે રહેતી હતી. આ યુવતી વર્ષ 2020માં ચાંગોદરમાં તેના માસાની ફાર્મા કંપનીમાં નોકરીએ લાગી હતી. યુવતીની સાથે તેની એક બહેનપણી પણ નોકરી કરતી હતી. ગત જુલાઇમાં યુવતીએ તેના માસાની કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યાના 12 દિવસ બાદ તેણે ભાઇના ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બહેનના આપઘાત બાદ ભાઇએ તપાસ કરતા તેની બહેનપણી પાસેથી કેટલાક ચેટિંગના વીડિયો પુરાવારૂપે મળ્યા હતા. જેમાં સામે આવ્યુ કે મૃતક યુવતી માસાની કંપનીમાં નોકરીએ લાગી તેના છ મહિના બાદ તેના માસા અવાર નવાર એકાંતમાં મળીને તું મને ખુશ કર હું તારી લાઇફ બનાવી દઇશ તેમ કહેતા હતા. આ પ્રકારની લાલચો આપીને યુવતી સાથે માસાએ પ્રેમસંબંધ કેળવીને ઓફિસમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
થોડા સમય બાદ યુવતી ગર્ભવતી હોવાનું જાણવા મળતા તે ડોક્ટર પાસે ગઇ હતી. જ્યાં તેને એક મહિના અને પાંચ દિવસનો ગર્ભ હોવાનું જણાઇ આવ્યું હતું. યુવતીએ ડોક્ટરને પણ પોતે કુંવારી હોવાથી ગર્ભ ના રાખવા માટે કહ્યું હતું. આ સિવાય યુવતીએ તેના માસા સાથે કરેલી અન્ય વાતનું ચેટિંગ પણ તેના ભાઇને મળી આવ્યું હતું.
મૃતક યુવતીની સાથે તેની બહેનપણી પણ આ જ કંપનીમાં નોકરી કરતી હતી. કંપનીનો માલિક આ યુવતી સાથે પણ ઇન્સ્ટાગ્રામમાં વાત કરતો હતો. એક દિવસ મૃતક યુવતીએ તેની બહેનપણીનો ફોન તપાસતા તેમાંથી ચેટિંગ મળી આવ્યુ હતું. તેને શંકા હોવાથી તેની બહેનપણીએ માલિક સાથે વાત કરવાનું બંધ કર્યુ હતું. યુવતીએ તેની બહેનપણીને પણ કહ્યું હતું કે તું માસાની વાતોમાં આવતી નહીં નહીંતર મારી જીંદગી તો ખરાબ કરી છે તારી જીંદગી પણ બગાડી નાખશે.
મૃતક યુવતીએ તેના માસા સાથે કરેલી વાતચીતના મેસેજનો એક વીડિયો તેની બહેનપણીને મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું.
તમે મારી લાઇફ સાથે રમ્યા ત્રણ વર્ષથી,
મેં શું બગાડ્યુ તમારૂ,
મારી લાઇફ ખરાબ કરી નાખી,
મારો શું વાંક,
હવે મરવા પર વાત આવી ગઇ,
મને ચારવાર શું કામ આવુ કર્યુ,
હવે સહન નથી થતું, હું મરી જઇશ....જેવા મેસેજ મળી આવ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Ahmedabad Crime News , Ahmedabad Latest Gujarati News , AHMEDAVBAD pharma company owner make her niece pregnant than she commits suicide last social media chat between them viral , સંબંધોનું ખુન ફાર્મા કંપનીના માલિકે સગી ભાણીને ગર્ભવતી બનાવતાં આપઘાત કર્યો, ભાણી-માસાની સોશિયલ મીડિયા ચેટના અંશ સામે આવ્યા