
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતનો અંત લાવવા અને વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગણીને લઈને શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસામાં હજારો લોકો ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા, આ હિંસા વધુને વધુ ભડકી રહી છે. સમગ્ર બાંગ્લાદેશમાં Bangladesh protests અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લગાવી દીધો છે. તેમજ વિરોધને દબાવવા માટે દેશમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગોળીબારની સાથે, પોલીસ વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના શેલ છોડી રહી છે જે હાઇવે અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
છેલ્લા મહિનાથી, બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી, દેશમાં અનામતને લઈને હોબાળો થયો હતો જે હવે આખા દેશમાં ઝડપથી ફેલાઈ ગયો છે અને હિંસાનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. સડકો પર સતત હિલચાલ ચાલી રહી હતી, જેના કારણે શેખ હસીનાની સરકારે દેશમાં કર્ફ્યુ લગાવી દીધો હતો. આ ઉપરાંત, દેશમાં કોઈપણ પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવતા અટકાવવા માટે, બાંગ્લાદેશમાં ફેસબુક, વોટ્સએપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. દેશમાં ભડકેલી હિંસાને કારણે સરકારે માત્ર ઈન્ટરનેટ સેવાઓ જ બંધ કરી નથી, પરંતુ દેશની શાળાઓ અને કોલેજોના વર્ગો પણ રદ કરી દીધા છે. બાંગ્લાદેશ પોલીસે અત્યાર સુધીમાં 11 હજાર લોકોની ધરપકડ કરી છે અને પીએમ શેખ હસીનાએ લોકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ હિંસામાં જીવ ગુમાવનારા તમામ લોકોની તપાસ કરશે.
દેશમાં વિદ્યાર્થીઓ અસહકાર અભિયાન ચલાવી રહ્યા છે. રવિવારે ઓછામાં ઓછા 20 જિલ્લાઓમાં પોલીસ દળો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓ સતત દેખાવો દ્વારા વડાપ્રધાન શેખ હસીના પર રાજીનામું આપવા માટે દબાણ જાળવી રાખવા માંગે છે. બાંગ્લાદેશમાં દેશવ્યાપી હિંસા સંદર્ભે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિરોધીઓ શા માટે આ જીવલેણ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ તેમની સરકાર પાસેથી શું માંગ કરે છે.
વાસ્તવમાં, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ અંગે અનામત કાયદાની જોગવાઈ છે. બાંગ્લાદેશમાં 56 ટકા સરકારી નોકરીઓ આરક્ષણ પ્રણાલી હેઠળ અનામત છે. આ નોકરીઓમાં 30 ટકા અનામત 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે આરક્ષિત છે. આ ઉપરાંત પછાત વહીવટી જિલ્લાઓ માટે 10 ટકા અનામત અને મહિલાઓ માટે 10 ટકા અનામત છે. આ સિવાય પાંચ ટકા અનામત વંશીય લઘુમતી જૂથો માટે અને એક ટકા અપંગ લોકો માટે અનામત છે.
આમાં પણ વિવાદ બાંગ્લાદેશની આરક્ષણ પ્રણાલી વચ્ચે 30 ટકા અનામતનો છે, જે સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને આપવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર શેખ હસીના સરકારનું સમર્થન કરનારાઓને અનામત આપવાના પક્ષમાં છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મેરિટના આધારે સરકારી નોકરીઓ આપવામાં આવતી નથી. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતની ક્વોટા સિસ્ટમને લઈને ગયા મહિને હિંસક વિરોધ શરૂ થયો હતો. વિરોધ ઉગ્ર થતાં, સુપ્રીમ કોર્ટે ક્વોટા ઘટાડીને 5 ટકા કર્યો, જેમાંથી 3 ટકા લડવૈયાઓના સંબંધીઓને આપવામાં આવ્યો.
ભારતીય વિદેશ મંત્રાલયના 21 મે, 2024ના રિપોર્ટ અનુસાર, લગભગ 7 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં રહે છે, જેના કારણે ભારતે તેના નાગરિકોની સુરક્ષા માટે કડક એડવાઈઝરી જાહેર કરી હતી. ભારતે તેના તમામ નાગરિકોને સાવચેતી રાખવા અને પાડોશી દેશમાં તેમની હિલચાલ મર્યાદિત કરવાની સલાહ આપી છે. તેમજ ભારતે બાંગ્લાદેશમાં હાજર ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યા છે, આ ઈમરજન્સી નંબરો પર કોલ કરીને ઢાકામાં ભારતીય હાઈ કમિશન નાગરિકોને મદદ કરશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Bangladesh protests LIVE Updates , આખરે બાંગ્લાદેશ હિંસાની આગમાં શા માટે સળગી રહ્યું છે ? અનેકના મોત-હજારો ઘાયલ, દેશમાં અનિશ્ચિત કર્ફ્યુ માટેે જવાબદાર કોણ , bangladesh protests updates students protest against pm sheikh hasina goverment shutdown internet , 300 Killed, Sheikh Hasina Under Fire: Violent Bangladesh Protests Explained