
કેન્દ્રીય કૃષિ મંત્રીની મોટી જાહેરાત : ધરતીપુત્રોને સસ્તા ભાવે મળતું રહેશે ગુણવત્તાયુક્ત ખાતર
ભારત એક ખેતીપ્રધાન દેશ છે, જેમાં અડધા કરતાં પણ વધારે વ્યક્તિનો મુખ્ય વ્યવસાય ખેતી છે. વર્ષ 2014માં મોદી વડાપ્રધાન બન્યા પછીથી ખેતીની પ્રાથમિકતા બદલાઈ છે. મોદી સરકારની મુખ્ય છ પ્રાથમિકતા છે, જેમાં ઉત્પાદન વધવું, ખર્ચ ઘટવો, મોલનો યોગ્ય ભાવ મળવો, પ્રાકૃતિક અડચણની સામે પૂરતી રાહત આપવી, કૃષિ વૈવિધ્યકરણ, મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. સરકાર ખેતી માટે રોડમેપ તૈયાર કરવા પર કામ કરી રહી છે. એવું કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું કહેવું છે.
શિવરાજસિંહ ચૌહાણ એમ પણ કહે કે, વર્ષ 2013-14માં ખેતી માટે 27,663 કરોડ રૂપિયાનું બજેટ ફળવ્યું હતું, જે વર્ષ 2024-25માં વધીને 1,32,470 કરોડ થઈ ગયું છે. આ બજેટમાં જો ખાતરની અને અન્ય સબસિડી જોડીએ તો આ આંકડો 1,75,444.55 કરોડ રૂપિયા થઈ જાય છે. જો કે આ રકમમાં ખેતીની ફાળવણી નથી જોડી. ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે સૌ પ્રથમ ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું રહેશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ભારત સરકાર ખેડૂતોની આવક વધારવા ઉચ્ચ ક્વોલિટીના બીજ તૈયાર કરી રહી છે, જેમાંથી 109 બીજ તૈયાર થઈ ગયા જે હવે બહાર પાડવામાં આવશે. સરકારે કરેલા પ્રયાસોને કારણે વર્ષ 2023-24માં દેશમાં કૃષિ ઉત્પાદન વધીને 32.9 કરોડ ટન પહોંચ્યું છે, જ્યારે બાગાયતી ખેતીનું ઉત્પાદન વધીને 35.2 કરોડ ટન પહોંચી ગયું છે. સરકારે કઠોળ અને તેલીબિયાં પાર કામ વધાર્યું છે, જેથી તેનું ઉત્પાદન સતત વધતું રહે છે.
ભારત સરકારે કઠોળમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય રાખ્યું છે. ખેડૂત અડદ અને મગનું જેટલું ઉત્પાદન કરે તેને પોર્ટલ પર રજીસ્ટર કરવાનું રહેશે, જે સરકાર એમએસપી પર ખરીદશે. કૃષિ મંત્રી એ પણ કહે છે કે, સરકાર કઠોળ અને તેલીબિયાં પર વધારે ધ્યાન આપી રહી છે જેથી તેનું ઉત્પાદન વધ્યું છે. કૃષિ મંત્રી કહે છે કે સરકાર યુરિયા ખેડૂતને 266 રૂપિયે આપે છે, એ જ રીતે 50 કિલો ડીએપીના પણ ભાવ વધવા નથી દીધા. સરકાર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ખાતર જે ભાવે વેચાય છે તે જ ભાવે મળતું રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , કેન્દ્રીય કૃષિ મંત્રીની મોટી જાહેરાત : ધરતીપુત્રોને સસ્તા ભાવે મળતું રહેશે ગુણવત્તાયુક્ત ખાતર , Union Agriculture Minister's big announcement: Earthlings will get quality fertilizer at cheap prices