Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે બે મેડલ જીતનારી સ્ટાર શૂટર મનુ ભાકર ત્રીજા મેડલ જીતતા રહી ગઈ છે. તે 25 મીટર વુમન્સ પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. તે ત્રીજા સ્થાન માટે શૂટઓફમાં 3 ટાર્ગેટ ચૂકી ગઈ. તેની સ્પર્ધા હંગેરીની મેજર વેરોનિકા સામે હતી. ફાઈનલમાં મનુએ 28 પોઈન્ટ બનાવ્યા હતા જ્યારે બ્રોન્ઝ મેડલ વિજેતા હંગેરીની મેજર વેરોનિકાએ 31 પોઈન્ટ બનાવ્યા હતા. કોરિયન શૂટર યંગ જિયોને 37 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફ્રાન્સની કેમિલે સિલ્વર મેળવ્યો. તેણે 37 પોઈન્ટ પણ મેળવ્યા હતા, પરંતુ ગોલ્ડ માટેના શૂટ-ઓફમાં તે માત્ર એક જ ટાર્ગેટને ફટકારી શકી હતી. 22 વર્ષની મનુએ 10 મીટર પિસ્તોલ અને 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં એક-એક બ્રોન્ઝ જીત્યો છે.
પેરિસ ઓલિમ્પિકના આઠમા દિવસે એટલે કે 3જી ઓગસ્ટ (શનિવાર)ના દિવસે પણ ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તીરંદાજી, બોક્સિંગ, ગોલ્ફ, સેલિંગ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. મનુ ભાકર શૂટિંગમાં ગોલ્ડ મેડલ માટે નિશાન સાધવાથી ચુકી ગઈ છે. દીપિકા કુમારી અને ભજન કૌર પણ તીરંદાજીમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મનુ ઉપરાંત આજે અનુભવી તીરંદાજ દીપિકા કુમારી, ભજન કૌર અને બોક્સર નિશાંત દેવ પણ ભારતીય પડકાર રજૂ કરશે.
મનુ ભાકરે 30 જુલાઈના રોજ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ. આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતી શક્યો નથી. સુશીલ કુમાર અને પીવી સિંધુએ ચોક્કસપણે બે-બે મેડલ જીત્યા છે, પરંતુ આ મેડલ અલગ-અલગ ઓલિમ્પિક રમતોમાં આવ્યા છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા, જે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ હતો.પેરિસ ઓલિમ્પિકનો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. મનુ ભાકરે શૂટિંગમાં પોતાનો જાદુ બતાવ્યો હતો. જ્યારે બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો. મેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં હરાવ્યું. જોકે, અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા તીરંદાજીમાં મેડલ જીતવામાંથી ચૂકી ગયા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Paris Olympics 2024 , પેરિસ ઓલિમ્પિક 2024 , ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર , india bronze medal in paris olympics 2024 star shooter manu bhaker womens 25 meter air pistol , manu bhakar bronze