
A-2-Z About Rakesh Jhunjhunvala: ભારતીય શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સવારે 6.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 62 વર્ષના હતા. આ લખાઈ રહ્યા છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર મલબાર હિલના બાણગંગા સ્મશાનગૃહમાં થશે.
ખૂબ જ સફળ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં 5000 રૂપિયાથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેમનું બિઝનેસ સામ્રાજ્ય આગામી 37 વર્ષ એટલે કે 2022 સુધી $5.8 બિલિયન (લગભગ રૂ. 46.18 હજાર કરોડ) સુધી પહોંચી ગયું છે. ઝુનઝુનવાલાએ ગયા અઠવાડિયે 'અકાસા' એરલાઇન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. ઝુનઝુનવાલા એક સમયે શેરબજારમાં બિયર એટલે કે શોર્ટ સેલ કરીને પૈસા કમાતા હતા. 1992માં જ્યારે હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે તેણે શોર્ટ સેલિંગ દ્વારા જંગી નફો કર્યો હતો.
તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું – રાકેશ ઝુનઝુનવાલા જીવંત, રમુજી અને દૂરંદેશી વ્યક્તિ હતા. તેઓ ભારતની પ્રગતિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. તે જ સમયે, ગૌતમ અદાણીએ લખ્યું- ઝુનઝુનવાલાએ રોકાણમાં લોકોનો વિશ્વાસ વધાર્યો હતો. આખો દેશ તેમને યાદ કરશે, પરંતુ તેમને કોઈ ભૂલી શકશે નહીં.
જન્મ : 5 જૂલાઈ 1960
શિક્ષણ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
નેટવર્થ: 43.39 હજાર કરોડ
ધંધો: ઈન્વેસ્ટર
પત્ની- રેખા ઝુનઝુનવાલા
દિકરી- નિષ્ઠા ઝુનઝુનવાલા
મોટો દિકરો – આર્યમન ઝુનઝુનવાલા
નાનો દિકરો – આર્યવીર ઝુનઝુનવાલા
રાકેશે 1985માં શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું
1986માં ‘ટાટા ટી’ના 43ના ભાવના 5000 રૂપિયાના શેર ખરીદ્યા
3 મહિના બાદ 143 રૂપિયાના ભાવે શેર વેચ્યા
એટલે કે ઈન્વેસ્ટમેન્ટના પૈસા પર ત્રણ ગણો નફો મેળવ્યો
2013માં 10..26 હજાર કરોડ નેટવર્થ હતી
2015માં 16.58 હજાર કરોડ નેટવર્થ હતી
2018માં 23.68 હજાર કરોડ નેટવર્થ હતી
2020માં કોરોના કાળમાં નેટવર્થ ઘટીને 15 હજાર કરોડ નેટવર્થ હતી
પરંતુ એક જ વર્ષમાં તેમની નેટવર્થ બે ગણી વધી
અને 2021માં 33.95 હજાર કરોડની નેટવર્થ થઈ
અત્યારે તેમની નેટવર્થ 43.39 હજાર કરોડ છે.
11,086.94 કરોડ ટાઈટન
7017.51 સ્ટાર હેલ્થ
3348.81 મેટ્રો બ્રાંડ
1731.12 ટાટા મોટર્સ
1301. 86 ક્રિસિલ
સ્ટ્રીટ ફુડ જેવા કે ઢોસા-પાઉંભાજીના હતા શોખીન
ઈંગ્લિશ વિંગ્લિશ, શમિતાભ અને કી એન્ડ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી
2017માં ટાઈટન શેયરમાં તેજી આવતા એક જ દિવસમાં 900 કરોડ રૂપિયા કમાયા
દુનિયાના અમીર લોકોની રેન્કમાં 440મો રેન્ક
હર્ષદ મહેતા ના સમયમાં રાકેશ બિયર એટલે કે શોર્ટ સેલ કરતા હતા
RARE એન્ટરપ્રાઈજમાં Raથી રાકેશ અને Reથી રેખા છે.
rakesh zunzunvala - indian big bull passes away - bear person of india - know about zunzunvala - gujarati news - topnewstoday - newsgujarati