
ઘોર કળયુગ..! પોર્ન વીડિયો જોઈને ૧૩ વર્ષના ભાઈએ બહેન પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરી હત્યા, માતાએ પોલીસને કહ્યું કે...
ઘોર કળયુગ જાણો શરૂ થઈ ચૂક્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં એક નવ વર્ષની બાળકી પર તેના ૧૩ વર્ષના ભાઈએ મોબાઈલ ફોન પર પોર્ન વીડિયો જોઈને તેનું યૌન શોષણ કર્યા બાદ તેની હત્યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી આવી છે. એમપી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટના બાદ પીડિત બાળકીના માતા અને ૧૭ અને ૧૮ વર્ષની બહેનોએ આ ગુનાને છુપાવ્યો હતો. આ મામલે પોલીસે ૫૦ લોકોની સાથે આરોપીઓની સઘન પૂછપરછ અને ટેકનિકલ પુરાવાના આધારે પીડિતાના ભાઈ, માતા અને બહેનોની અટકાયત કરી હતી. ૨૪ એપ્રિલે મધ્યપ્રદેશ પોલીસને માહિતી મળી હતી કે રાજયના રીવા જિલ્લામાં એક ઘરના આંગણામાં એક છોકરીની લાશ પડી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કાર બાદ હત્યા થઈ હોવાના પુરાવા મળ્યા હતા જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
મળેલા અહેવાલ મૂજબ ૨૪ એપ્રિલે જાવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં એક નવ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી, જેના પછી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાનો મૃતદેહ તેના ઘરના આંગણામાંથી મળી આવ્યો હતો જયાં તે ઘટના સમયે સૂતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોની આકરી પૂછપરછ બાદ ખુલાસો થયો કે કે પીડિતાનો ૧૩ વર્ષનો ભાઈ રાત્રે તેની બાજુમાં સૂતો હતો. તે દરમિયાન તે મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો જોયા બાદ તેણે તેની બહેનનું યૌન શોષણ કર્યું હતું.
જયારે બાળકીએ તેના પિતાને આ વાત કહેવાની ધમકી આપી ત્યારે સગીર આરોપીએ તેનું ગળું દબાવી દીધું અને તે બાદ તેની માતાને જગાડીને બધી વાત માતાને કરી. ઉલ્લેખનીય છે કે તેની પીડિતાની માતાએ જોયું કે પીડિતા હજી જીવિત છે ત્યારે આરોપીએ તેનું ફરીથી ગળું દબાવી દીધું હતું. આ ઘટનાની જાણ આરોપીની બે મોટી બહેનો પણ હતી. આ ઘટના બાદ તપાસને ગેરમાર્ગે દોરવા પોલીસને જાણ કરતા પહેલા આ પરિવારે બેડની જગ્યા બદલી હતી. પરંતુ પૂછપરછ દરમિયાન તેઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે સગીર છોકરીના પરિવારના સભ્યોએ પોલીસને કહ્યું હતું કે પીડિતાનું કોઈ મૃત્યુ ઝેરી જંતુ કરડવાથી થયું હતું.
તે બાદ પોલીસે વધુ તપાસ કરતાં સામે આવ્યું કે ઘરમાં કોઈ પણ જંતુના પ્રવેશના સંકેત નથી, અને પરિવારના સભ્યોએ પણ રાત્રિ દરમિયાન કોઈ અવાજ સાંભળવાનો ઇનકાર કર્યો હતો. ટેકનિકલ પુરાવા એકત્ર કર્યા પછી અને ૫૦ લોકોની પૂછપરછ કર્યા બાદ પોલીસ તારણ પર પહોંચી કે પરિવારજનો ખોટું બોલી રહ્યા છે. જે બાદ કડક પુછતાછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અને ગુનો કબુલ્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 13-year-old boy rapes, kills 9-year-old sister in MP after watching porn; mother, 2 sisters help in cover-up | Today News , Madhya Pradesh boy sexually assaults, kills younger sister after watching porn; mother, 2 sisters help cover it up: Police