
પ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ‘ચાણક્ય' તરીકે ઓળખાવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તેમની પાર્ટી વિશે અટકળો ચાલી રહી છે. બસ હવે લોકોની એ આતુરતાનો અંત આવી ગયો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે Political Master Mind Prashat Kishor રવિવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ બીજી ઓક્ટોબરે તેમની પાર્ટીની જાહેરાત કરશે અને તેમની પાર્ટી બિહાર વિધાન સભાની ચૂંટણી લડશે.
બિહારની રાજનીતિમાં પોતાનો પગ જમાવવા માટે, ચૂંટણી રણનીતિકાર જન સૂરાજ પાર્ટીના નેતા બનેલ પ્રશાંત કિશોર સતત મહેનત કરી રહ્યા છે અને બિહારના દરેક જિલ્લામાં જઈને લોકોને જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમની પાર્ટી 2025માં વધુ સારી પાર્ટી હશે. બિહારના લોકો સમક્ષ એક વિકલ્પ આવી રહ્યો છે, જે બિહારને વિકસિત બિહાર બનાવશે. પ્રશાંત કિશોરના શબ્દોની અસર પણ દેખાય છે. આ સાથે જ તેમના પરિવારમાં મોટા રાજનેતાઓના નામ પણ જોડાવા લાગ્યા છે.
બિહારની રાજધાની પટનામાં જન સૂરજના રાજય સ્તરીય કાર્યશાળામાં પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ ૨ ઓક્ટોબરે પાર્ટી બનાવશે અને તેમની પાર્ટી ૨૦૨૫માં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાર્ટીનો નેતા કોણ હશે તે લોકો જ નક્કી કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જન સૂરજ એ પ્રશાંત કિશોર કે કોઈ જાતિ કે કોઈ પરિવાર કે વ્યક્તિનો પક્ષ નહીં હોય, પરંતુ બિહારના લોકોનો હશે જેઓ સાથે મળીને તેને બનાવશે.
પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજ ને લઈને રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ રહી છે અને ઘણા મોટા નામો તેમની સાથે જોડાવા લાગ્યા છે, જે બિહારના રાજકારણમાં થોડી હલચલ મચાવશે. પ્રશાંત કિશોરની મુલાકાત દરમિયાન ત્રણ નેતાઓ તેમની હાજરીમાં જન સૂરાજ માં જોડાયા છે. પહેલું નામ બારાત રત્ન કર્પૂરી ઠાકુરની પૌત્રી ડો. જાગૃતિનું છે. બીજું નામ બક્સરના પૂર્વ આઈપીએસ અધિકારી આનંદ મિશ્રાનું છે.
આ પહેલા ૧૦ જૂનના રોજ જન સુરાજ કાર્યક્રમમાં પ્રશાંત કિશોરે ત્રણ પ્રસ્તાવ રાખ્યા હતા, જેમાં રાજકીય પક્ષ બનાવવો, બિહારની તમામ બેઠકો પર વિધાન સભાની ચૂંટણી લડવી અને સમાજના તમામ વર્ગોને તેમની સંખ્યા અનુસાર ચૂંટણી ટિકિટ આપવાના પ્રસ્તાવનો સમાવેશ થતો હતો, જેને મોટા ભાગના હાજર લોકોએ સંમતિ આપી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે Political Master Mind Prashat Kishor , ભારતીય રાજનીતિના ‘ચાણક્ય' પ્રશાંત કિશોરની નવી પાર્ટી