
આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયુ છે. જેથી સવારથી અનેક ઘર, ઓફિસો, ઈમારતોની બહાર તિરંગો લહેરાયો છે. પરંતુ ગુજરાતના એક શહેરમાં વિરાટ તિરંગો ફરકાવાયો છે. રાજકોટમાં હરઘર તિરંગા અભિયાન અંતર્ગત નાનામવા રોડ 250 ફુટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો છે. સિલ્વર હાઈટ્સ સોસાયટી દ્વારા 250 લાંબો તિરંગો 22 માળ ઉંચેથી ફરકાવ્યો છે. 1 કિલોમીટર દૂરથી પણ રાજકોટવાસીઓ આ નજારો જોઈ શકે છે. 150 ફૂટ રિંગ રોડ પર કોઈ પસાર થાય તો તેને પણ તિરંગો દેખાય તેટલો વિશાળ છે.
►રાજકોટવાસીઓમાં તિરંગાએ આકર્ષણ જમાવ્યું
‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે રંગીલા રાજકોટના રહેવાસીઓ પણ પોતાના ઘર ઓફિસ કે સોસાયટી બહાર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી 22 માળની સિલ્વર હાઈટ્સ સોસાયટી કે જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડીંગ ધરાવે છે. તેમજ રાજકોટના પોશ વિસ્તારમાં તેનો સમાવેશ થાય છે. આ સોસાયટીના લોકો પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા છે અને સૌથી મોટો તિરંગો લહેરાવ્યો છે. આ તિરંગાએ રાજકોટવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.
સિલ્વર હાઈટ્સ સોસાયટીના મુકેશભાઇ શેઠે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના એસોસિએશને સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાશું. માટે અમે રાજકોટ ખાતે જ એક 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો તૈયાર કરી બિલ્ડીંગ ઉપર લગાવ્યો છે. રાત્રિ દરમિયાન પણ દૂરથી લોકો નિહાળી શકે તે માટે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ પરથી એક કિલોમીટર દૂરથી પણ આ તિરંગાને લોકો નિહાળી શકે. ઉલ્લેખનીય છે કે, આટલો મોટો તિરંગો ખાસ ઓર્ડરથી બનાવાયો છે. જેના માટે અંદાજે એક લાખનો ખર્ચ કરાયો છે. આ તિરંગો તૈયાર કરી 15 ઓગસ્ટ સુધી બિલ્ડીંગ પર રહેશે.
gujarat news - gujju news channel - silver highets building - har ghar tiranga - biggest tiranga of gujarat - rajkot tallest indian flag - gujarat news website - latest news