
Gujarat Rain Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે (28મી જુલાઈ) વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ Red Alert જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. Gujarat Rain Live Updates Today Ahmedabad Vadodara South Gujarat and Saurashtra Rain Forecast , varsad na samachar , varsad ni agahi today , Live varsad
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે.
આવતીકાલે (29 જુલાઈ)એ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસાદ વરસી શકે છે. તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અષાઢી મેઘનો પ્રકોપ જોવા મળ્યો હતો. જોકે, હવે છેલ્લા 24 કલાકથી વરસાદે લગભગ વિરામ લીધો છે. આજે સવારના 6થી 10 વાગ્યાના સમયગાળામાં પણ રાજ્યના એક પણ વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાયો નથી. આ બાબત ગુજરાતીઓ માટે હાશકારો આપનારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 1 મિમિથી લઈને 26 મિમિ સુધીનો સામાન્ય વરસાદ જ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 26 મિમિ વરસાદ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં નોંધાયો છે. તો મહિસાગરના વિરપુરમાં 24 મિમિ, ગરબાડામાં 20 મિમિ, તલોદમાં 18 મિમિ, છોટાઉદેપુરમાં 16 મિમિ, ડાંગમાં 13 મિમિ, તાપીના સોનગઢમાં 10 મિમિ વરસાદ નોંધાયો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , mosoon data live update in gujarati , Gujarat Rain Update : ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Heavy Rain In Saurashtra, latest gujarat rain news , Ahmedaba rain , Vadodara rain , Chota udepur rain data , Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ