
આજનો જમાનો ખુબ જ ફાસ્ટ થઈ રહ્યો છે. જેમાં લોકોને સરળ બનાવતી ટેક્નોલોજીની સાથે ખુબ સારો અનુભવ કરાવતું મનોરંજન જરૂરી બન્યુ છે. ઈયરબડ્સ આ કામ ખુબ જ સરળતાથી કરી આપે છે. દેશમાં ઈયરબડ્સની ફેમસ બ્રાન્ડ boAt એ ડેડપૂલ અને વોલ્વરાઈન ફિલ્મ માટે માર્વેલ એન્ટરટેઈનમેન્ટ સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત કંપનીએ boAt Airdopes Alpha Deadpool Edition એક્સક્લુઝિવ એરડોપ્સ આલ્ફા ડેડપૂલ એડિશન લોન્ચ કર્યું છે. નવી ડેડપૂલ એડિશન માટે, બોટે લાલ અને કાળા રંગો સાથે એક ખાસ કેસ ડિઝાઇન કર્યો છે, જેમાં 'ડેડપૂલ' લોગો અને સિમ્બોલનો સમાવેશ થાય છે.
એરડોપ્સ આલ્ફા બોટ ગયા વર્ષે બહાર પાડવામાં આવી હતી. આ 13mm ડ્રાઇવર્સ, બોટ સિગ્નેચર સાઉન્ડ ટેક્નોલોજી, 50ms લો-લેટન્સી મોડ, 35 કલાક સુધીનો પ્લેટાઇમ અને ઝડપી ચાર્જિંગ જેવા ફીચર્સ સાથે ઓપન-ફિટ ઇયરબડ્સ છે, જે ફક્ત ફ્લિપકાર્ટ અને બોટ વેબસાઇટ પર રૂ. 999માં ઉપલબ્ધ છે. કિંમતે ઉપલબ્ધ છે.
બોટ એરડોપ્સ આલ્ફા ડેડપૂલ એડિશનની ડિઝાઇન વિશે વાત કરીએ તો, નવી બોટ એરડોપ્સ આલ્ફા ડેડપૂલ એડિશન ઇયરબડ્સ કસ્ટમાઇઝ્ડ બોક્સમાં આવે છે, જેની આગળ ડેડપૂલ અને વોલ્વરાઇન અને પાછળ ડેડપૂલનું ચિત્ર છે. આ સ્પેશિયલ એડિશન બોટ ઇયરબડ્સમાં લાલ અને કાળા રંગની સ્કીમ છે, જેમાં એક ઇયરબડ પર ડેડપૂલનું પ્રતીક છે અને બીજી તરફ બોટ બ્રાન્ડિંગ છે. ખાસ વાત એ છે કે ચાર્જિંગ કેસમાં માર્વેલ સ્ટુડિયો અને ડેડપૂલની બ્રાન્ડિંગ સામેલ છે.
boAt Airdopes Alpha Deadpool Edition માં સ્પષ્ટ ઓડિયો અને પાવરફુલ બાસ માટે 13mm ડ્રાઈવરો છે. તેમાં બહેતર કોલ ગુણવત્તા માટે ENx ટેક્નોલોજીનો પણ સમાવેશ થાય છે. boAt Airdopes Alpha Deadpool Editionમાં ટચ કંટ્રોલ સાથે બ્લૂટૂથ v5.3 કનેક્ટિવિટી પણ છે. બેટરી અંગે કંપનીનું કહેવું છે કે તે 35 કલાક સુધી ચાલી શકે છે.