Womens Asia cup 2024 : મહિલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું વિજયી અભિયાન ચાલુ છે. લીગ રાઉન્ડમાં તોફાની પ્રદર્શન કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં પણ એકતરફી જીત નોંધાવી છે. દાંબુલામાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. અને જીત સાથે જ ઈન્ડિયન વુમન ક્રિકેટ ટીમ ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે.
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 80 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને આ ટાર્ગેટ હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરતાં લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો હતો. સેમીફાઈનલમાં સ્મૃતિ મંધાનાએ માત્ર 38 બોલમાં અડધી સદી ફટકારી હતી.
બોલરોએ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ લખી હતી. રેણુકા ઠાકુરે 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાધા યાદવે પણ 14 રનમાં 3 વિકેટ લીધી હતી. આ મજબૂત બોલિંગના આધારે બાંગ્લાદેશની ટીમ 20 ઓવર રમવા છતાં માત્ર 80 રન જ બનાવી શકી હતી. આ પછી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું અને બાંગ્લાદેશી બોલરોને પછાડી દીધા. સાવચેતીથી રમતા બંનેએ 43 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 10 ઓવરમાં 70 રન સુધી પહોંચાડ્યો. આ રીતે ટીમ ઈન્ડિયાને વિજય હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો હંમેશા દબદબો રહ્યો છે. 2004માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ દરેક વખતે ફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમ ઈન્ડિયાએ 7 વખત એશિયા કપ જીત્યો છે અને એક વખત ફાઈનલમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાએ નવમી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે અને આઠમી વખત એશિયન ચેમ્પિયન બનવાનો તેમનો રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં લઈ જવામાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઓફ સ્પિનર દીપ્તિએ 4 મેચમાં 9 વિકેટ લીધી છે. જ્યારે શેફાલીએ 4 મેચમાં 61થી વધુની એવરેજથી 184 રન બનાવ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - womens asia cup 2024 indian Women cricket team beat bangladesh and goes to final - બાંગ્લાદેશને હરાવી ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી, સ્મૃતિ મંધાનાએ માત્ર 38 બોલમાં અડધી સદી ફટકારી - Smriti mandhana