બજેટમાં જ્યારથી સોના-ચાંદી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી સતત સોનાના ભાવ ઘટી રહ્યા છે. અલગ અલગ શહેરો મુજબ Sona-Chandi ના Bhav 10 ગ્રામે 3 હજારથી લઈ 5 હજાર સુધી ભાવ ઘટ્યા છે. કારણ એક જ છે, કેન્દ્ર સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકાનો ઘટાડો કર્યો. 15 ટકામાંથી 6 ટકા કર્યા. આના કારણે થયું એવું કે, Gold Silver Price , 24 અને 22 કેરેટ સોનામાં ભાવ ઘટી ગયા. 24 કેરેટ બિસ્કીટ 10 ગ્રામનો ભાવ 75 હજાર આસપાસ પહોંચી ગયો હતો તે ગગડીને 70 હજારથી પણ નીચે આવી ગયો. બીજી બાજુ, સૌથી વધારે રોકાણ જેમાં થાય છે તે શેર બજારની આવક પર ટેક્સ વધારી દેવાયો. મોટા રોકાણકારો માટે પણ હવે એ સવાલ ઊભો થયો કે, રોકાણ કરવું તો શેમાં કરવું, સોનામાં કે શેરબજારમાં? Where to invest in gold or share market ? મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ માટે સવાલ એ છે કે, રોકાણ કરવા કે પ્રસંગ માટે પણ અત્યારે સોનું લઈ લેવાય? કે રાહ જોવાય? સોનાના ભાવ વધશે કે ઘટશે? આ બધા સવાલોના જવાબ સોનીબજારના નિષ્ણાતોએ આપ્યા છે. ત્યારે આવો જોઈએ આ સવાલોના જવાબ....
બજેટ પછી સોનાના ભાવમાં મોટો ઘટાડો થોય છે. કદાચ હજુ 1500થી 2000 ઘટી શકે છે. બહુ નહીં ઘટે, ત્યારે આ અઠવાડીયાની અંદર સોનામાં રોકાણ કરવું જોઈએ અથવા પ્રસંદ આવતો હોય તો દાગીનાની ખરીદી પણ અત્યારે કરી લેવી જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધશે એટલે સોનું ફરીથી મોંઘુ થઈ શકે છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ જે અત્યારેે છે તે ભવિષ્યમાં ક્યારેય પાછો આવી ન શકે..! માટે અત્યારે આ સૂવર્ણ તક ગણી શકાય..
શેરબજારમાં રોકાણ કરનારા લોકો પણ મુંઝાયા છે કે, હવે શેર બજારમાં રોકાણ કરાય કે સોનામાં? તેનો જવાબ એ છે કે, સોનામાં રોકાણ કરવું વધારે હિતાવહ છે. કારણ કે એક તો એ સેઈફ ઈન્વેસ્ટમેન્ટ છે. તેમાં કોઈ રિસ્ક નથી. શેરબજાર માટે બજેટમાં એવી તે શું જોગવાઈ આવી કે, રોકાણકારોએ વિચારવું પડે? જવાબમાં સ્ટોક માર્કેટ એક્સપર્ટ કહે છે, શેરબજારમાં લોન્ગટર્મ કેપિટલ ગેઈનમાં 10 ટકાની જગ્યાએ 15 ટકા ટેક્સ થઈ ગયો. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનમાં 15 ટકાની જગ્યાએ 20 ટકા ટેક્સ થઈ ગયો. સામે એક ફાયદો એ છે કે, 75 હજારની આવક પર ટેક્સ નહોતો લાગતો તે સવા લાખની આવક પર નહીં લાગે. આનાથી ઈન્વેસ્ટર્સ શેર બજારમાં રોકાણ કરતાં વિચાર કરશે.
એક બીજી વાત એ છે કે, જે લોકો ફ્યુચર ઓપ્શનમાં ટ્રેડિંગ કરતા હતા તેમાં STD (સ્ટાન્ડર્ડ ડિવિએશન) વધારી દીધો છે. પહેલાં 0.10% હતો તે 0.20% કરી દીધો છે. એનાથી થોડો ફેર પડશે. માનો કે, તમે 50 હજારના શેર ખરીદ્યા. તે વેચ્યા તો તમને 1.50 લાખ રૂપિયા મળ્યા તો પહેલાં આ દોઢ લાખ પર 10 ટકા ટેક્સ લાગતો તેના પર હવે 15 ટકા આપવો પડશે. એટલે મોટા રોકાણકારોને નુકસાન છે. 10-20-25 હજારના નાનાં રોકાણકારોને કોઈ ફેર પડશે નહીં. આનો સાર એ છે કે, 2- 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય અથવા તો એનાથી વધારે રકમનું રોકાણ કરવું હોય તો શેર બજાર કરતાં સોનું સારું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Where to invest in gold or share market ? Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - aaj no sona no bhav suchi - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad