
SBI Recruitment : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં નિકળી 1,040 જગ્યાની મોટી ભરતી : અરજી સહીતની શૈક્ષણિક યોગ્યતા વિશે જાણો માહિતી...
સરકારી બેન્કોમાં નોકરી મેળવવાની ઈચ્છતા હોય તેમના માટે માટે આ ખાસ માહિતી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI Recruitment 2024)એ 1,000થી વધારે જગ્યા પર ભરતી માટે ભરતી શરૂ થઈ છે. આ ભરતી સ્પેશિયલ કેડર ઓફિસર (SBI Specialist Officer)ની પોસ્ટ માટે છે. જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ અધિકૃત વેબસાઈટ www.sbi.co.in અંગે જઈને અરજી કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભરતી માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી અભિયાન મારફતે બેન્કમાં 1040 જગ્યા ભરવામાં આવી રહી છે. આ જગ્યા માટે અરજી આજે એટલે કે 19મી એપ્રિલથી શરૂ થઈ રહી અને તે 8 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે.
• સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ): 2 જગ્યા,
• સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ): 2 જગ્યા,
• પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેકનોલોજી)- 1 જગ્યા,
• પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ)-2 જગ્યા,
• રિલેશનશિપ મેનેજર-273 જગ્યા,
• VP વેલ્થ-643 જગ્યા,
• રિલેશનશિપ મેનેજર-ટીમ લીડ- 32 જગ્યા,
• રિજન હેડ- 6 જગ્યા,
• ઈન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ- 30 જગ્યા,
• ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર-39 જગ્યા
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ)ની જગ્યા માટે સરકારી યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBA/PGDM/PGDBM ડિગ્રી અથવા CA/CFA,સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ)જગ્યા માટે સરકારી યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોમર્સ/ફાઇનાન્સ/અર્થશાસ્ત્રમાં સ્નાતક/પોસ્ટ ગ્રેજ્યુએશન.મેનેજમેન્ટ/ગણિત/આંકડાશાસ્ત્ર,પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેક્નોલોજી)ની પોસ્ટ માટે MBA/MMS/PGDM/ME/M.Tech./BE/B.Tech./PGDBM ડિગ્રી,પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) ની પોસ્ટ માટે MBA/PGDM/PGDBM ડિગ્રી,રિલેશનશિપ મેનેજર, વીપી વેલ્થ, રિલેશનશિપ મેનેજર- ટીમ લીડ, રિજનલ હેડ પોસ્ટ્સ માટે ગ્રેજ્યુએશન ડિગ્રી,ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરની જગ્યાઓ માટે માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી MBA/PGDM/PGDBM ડિગ્રી.,પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ-કમ-સીટીસી ડિસ્કશન પર આધારિત હશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુમાં લાયક બનવા માટેના ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.
પસંદગી માટેની મેરીટ યાદી ફક્ત ઈન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે ઉતરતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે. જો એક કરતાં વધુ ઉમેદવારો કટ-ઓફ માર્ક્સ (કટ-ઓફ પોઈન્ટ પર સામાન્ય ગુણ) મેળવે છે, તો આવા ઉમેદવારોને તેમની ઉંમર અનુસાર મેરિટના ઉતરતા ક્રમમાં ક્રમ આપવામાં આવશે
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , SBI Recruitment 2024 latest Gujarati bharati news 2024 - સ્ટેેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી 2024